<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

આખરે પર્દાફાશ: અયોધ્યાના રામ મંદિરની દાનપેટીમાંથી કરોડોની ચોરી : રૂ.40,000ના બંડલે ખોલ્યો સમગ્ર કૌભાંડનો ભેદ

CCTV અને હિસાબમાં ગડબડથી શંકા હતી દાનની રકમમાં હેરાફેરી કરીને કરોડોનું કૌભાંડ ઝડપાતા પોલીસે આરોપીઓની કરી ધરપકડ વધુ તપાસ ચાલુ

અયોધ્યા, તા. 17  : વિશ્વભરના કરોડો રામભક્તોની આસ્થાના કેન્દ્ર અયોધ્યાના ભવ્ય રામ મંદિર*માં દાનની રકમમાં મોટી હેરાફેરીનો કેસ સામે આવ્યો છે. મંદિરની દાનપેટીમાંથી પૈસાની ચોરી કરતા એક કર્મચારીને રૂ.40,000ની એક ગડ્ડીને કારણે પકડી પાડવામાં આવ્યો છે અને આ રીતે કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

મંદિર ટ્રસ્ટના અધિકારીઓને છેલ્લા કેટલાક મહિનાથી દાનની આવક અને બેંકમાં જમા થતી રકમ વચ્ચે મોટો તફાવત દેખાઈ રહ્યો હતો. શંકા જતા જ CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મંદિરના જ એક કર્મચારી દાનની ગણતરી કરતી વખતે તેમાંથી મોટી-મોટી નોટોની ગડ્ડીઓ કાઢી લેતો હતો. પકડાયો ત્યારે તેની પાસેથી રૂ.40,000ની એક ગડ્ડી મળી આવી હતી. આ જ એક પુરાવાથી સમગ્ર ચોરીનો ખુલાસો થયો.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી છેલ્લા ઘણા સમયથી આ રીતે દાનની રકમમાં ચોરી કરતો હતો. અત્યાર સુધી કરોડો રૂપિયાની હેરાફેરી થઈ હોવાની આશંકા છે. આરોપી આ પૈસાને અલગ-અલગ બેંક ખાતાઓમાં જમા કરાવતો હતો.

મામલો સામે આવતા જ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. તેની પાસેથી વધુ પુરાવા અને અન્ય લોકોના નામ પણ ખુલવાની શક્યતા છે. રામ મંદિર ટ્રસ્ટે પણ આ ઘટનાને ગંભીરતાથી લઈને સુરક્ષા અને હિસાબની વ્યવસ્થા વધુ કડક કરી છે.

ટ્રસ્ટના અધિકારીઓનું કહેવું છે કે ભક્તોના દાનના એક-એક રૂપિયાનો હિસાબ રાખવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કડક પગલાં લેવામાં આવશે.

(4:50 PM IST)