<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

આખરે મળી ગયું સ્‍વર્ગનું ઠેકાણું! પૃથ્‍વીથી આટલા કિમી દૂર છે વસેલું

વૈજ્ઞાનિકોએ સ્‍વર્ગનું ચોક્કસ સરનામું શોધી કાઢયું : સ્‍વર્ગ બ્રહ્માંડના Cosmic Horizon (બ્રહ્માંડના ક્ષિતિજ) પર સ્‍થિત છે. જોકે, તે એટલું દૂર છે કે ત્‍યાંથી પ્રકાશ પણ ક્‍યારેય આપણા સુધી પહોંચી શકતો નથી

ન્‍યુયોર્ક,તા.૧૫: શું સ્‍વર્ગ ખરેખર અસ્‍તિત્‍વ ધરાવે છે? આ સવાલના જવાબમાં હાર્વર્ડના પૂર્વ પ્રોફેસર ડો. માઈકલ ગુઈલેનએ એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે તેમણે સ્‍વર્ગનું ચોક્કસ સરનામું શોધી કાઢ્‍યું છે. ડો. માઈકલ ગુઈલેન, જેમણે ફિઝિક્‍સ, મેથ્‍સ અને એસ્‍ટ્રોનોમીમાં પીએચડી કરી છે, તેમના જણાવ્‍યા અનુસાર સ્‍વર્ગ બ્રહ્માંડના Cosmic Horizંઁ (બ્રહ્માંડનો ક્ષિતિજ) પર સ્‍થિત છે. જો પરફેક્‍ટ એડ્રેસની વાત કરીએ તો આ જગ્‍યા પૃથ્‍વીથી અંદાજે ૨૭૩ બિલિયન ટ્રિલિયન માઈલ (લગભગ ૪૩૯ બિલિયન ટ્રિલિયન કિલોમીટર) દૂર છે.

ડો. ગુઈલેનએ પોતાના લેખમાં હબલનો સિદ્ધાંત  અને બ્રહ્માંડના ક્ષિતિજ ની કલ્‍પનાને આધાર બનાવી છે. કોસ્‍મિક હોરાઇઝનએ એક એવી સીમા છે જ્‍યાંથી પ્રકાશ પણ ૧૩.૮ અબજ વર્ષ સુધીમાં પૃથ્‍વી સુધી પહોંચી શકતો નથી. તેમણે લખ્‍યું છે કે આ સીમાની બહારનું ક્ષેત્ર આપણે જોઈ શકીએ તેવા બ્રહ્માંડની બહાર છે. તેઓ માને છે કે સ્‍વર્ગ એ જ જગ્‍યાએ વસેલું છે. આ દાવો બાઈબલમાં સ્‍વર્ગના વર્ણન સાથે પણ મેળ ખાય છે, જ્‍યાં સ્‍વર્ગને ‘‘ઉપર'' અને આપણી પહોંચથી દૂર ગણાવવામાં આવ્‍યું છે.

વિજ્ઞાનીઓના જણાવ્‍યા અનુસાર આ સ્‍વર્ગ ખૂબ વધારે અંતરે હોવાને કારણે પ્રકાશ પણ ત્‍યાંથી પૃથ્‍વી સુધી આવી શકતો નથી. બ્રહ્માંડનો વિસ્‍તરણ પ્રકાશની ગતિથી પણ ઝડપી છે. આપણી હાલની ટેક્રોલોજીથી ત્‍યાં પહોંચવું અશક્‍ય છે. ડો. ગુઈલેન કહે છે કે સ્‍વર્ગ સુધી પહોંચવું શક્‍ય નથી, એ જ રીતે જેમ ધાર્મિક ગ્રંથોમાં વર્ણવાયું છે. આ થિયરી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. કેટલાક લોકો તેને વિજ્ઞાન અને આધ્‍યાત્‍મિકતાનો સુંદર સંયોજન માને છે, જ્‍યારે ઘણા વૈજ્ઞાનિકો તેને માત્ર કલ્‍પિત થિયરી ગણાવે છે. ધર્મગુરુઓ માને છે કે આથી સ્‍વર્ગનું અસ્‍તિત્‍વ સાબિત થાય છે, બસ એ આપણા સમજની બહાર છે.

તમને જણાવી દઈએ કે, કોસ્‍મિક હોરાઇઝન એટલે કે બ્રહ્માંડનું ક્ષિતિજનું અંતર એટલું વધારે છે કે જો આપણે પ્રકાશની ગતિએ પણ મુસાફરી કરીએ તો પણ ત્‍યાં ક્‍યારેય પહોંચી શકીશું નહીં. આ થિયરી આઈન્‍સ્‍ટાઈનના સિદ્ધાંતો અને આધુનિક કોસ્‍મોલોજી પર આધારિત છે. ડો. ગુઈલેન માને છે કે આ ‘‘GodÓs eternal kingdom''નું ભૌતિક સ્‍થાન હોઈ શકે છે.

(10:13 AM IST)