<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

અયોધ્યામાં રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં FIR દાખલ : SIT તપાસના પ્રારંભિક અહેવાલ બાદ મોટી કાર્યવાહી

મંદિર ટ્રસ્ટે ટીનુ યાદવ અને અનુકલ્પ મિશ્રા સહિત અડધો ડઝન લોકો સામે ઉચાપત, છેતરપિંડી અને ગુનાહિત કાવતરું રચવાની કલમો હેઠળ FIR દાખલ કરી

અયોધ્યા સ્થિત રામ મંદિરના ચઢાવામાં ગેરરીતિ કેસમાં FIR દાખલ કરવામાં આવી છે. આ કેસમાં SITની સંબંધિત ભલામણ બાદ FIR નોંધવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં બહાર આવેલા તથ્યોના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ફરિયાદના આધારે FIR દાખલ કરવામાં આવી હતી. શ્રી કૃષ્ણ મોહનની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો. FIRમાં છ લોકોના નામ જાહેર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

મંદિર ટ્રસ્ટે ટીનુ યાદવ અને અનુકલ્પ મિશ્રા સહિત અડધો ડઝન લોકો સામે ઉચાપત, છેતરપિંડી અને ગુનાહિત કાવતરું રચવાની કલમો હેઠળ FIR દાખલ કરી છે. ઉત્તર પ્રદેશ સરકારના આદેશના આધારે ફોજદારી કાર્યવાહી સંહિતા (CrPC)ની કલમ 306, 316(5), 317(4), 317(5), 61 અને 3(5) હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી. રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો હતો.

દૈનિક જાગરણ સાથે વાતચીત કરતાં કૃષ્ણ મોહને આ અંગે પૃષ્ટી કરી છે. રામ જન્મભૂમિ ચઢાવાની ચોરી કેસમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કૃષ્ણ મોહને SITને લગતા તપાસ અહેવાલના આધારે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

(8:35 PM IST)