<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

દિલ્હીના માલવિયા નગરમાં હોટલમાં અંગ્નિકાંડ :લુકઆઉટ નોટિસ બાદ મોટી કાર્યવાહી : હોટલના માલિક લવેકેશ બજાજની ધરપકડ

દિલ્હીના માલવિયા નગરમાં એક હોટલની અંદર ફેલાયેલી જ્વાળાઓએ 21 પરિવારોના ચિરાગ હંમેશા માટે બુઝાવી દીધા: પોલીસ તપાસમાં માલિક લવેકેશ બજાજની સંડોવણી સામે આવતા ધરપકડ કરી

નવી દિલ્હી :દિલ્હીના માલવિયા નગર વિસ્તારમાં આવેલી "લેમન ગ્રીન" હોટલમાં લાગેલી ભીષણ આગમાં 21 લોકોએ કમનસીબે જીવ ગુમાવ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. દુર્ઘટના બાદ સક્રિય થયેલી દિલ્હી પોલીસ અને વહીવટીતંત્રે ગંભીરતા દાખવીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે હોટલના માલિક લવેકેશ બજાજની ધરપકડ કરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઘટના બાદ આરોપીઓ દેશ છોડીને ભાગી ન જાય તે માટે અગાઉ લુકઆઉટ સર્ક્યુલર  પણ જારી કરવામાં આવ્યો હતો

નોંધનીય છે કે હૌઝ રાની વિસ્તારમાં સ્થિત આ હોટલમાં અચાનક લાગેલી આગ એટલી વિકરાળ હતી કે અંદર રહેલા લોકો બહાર નીકળવાની તક પણ ન મળી. જોતજોતામાં સમગ્ર હોટલ ધુમાડા અને જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડ  ગાડીઓ, એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સ્થાનિક રહીશોની મદદથી બચાવ ટીમોએ મહામહેનતે ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સઘન સારવાર ચાલી રહી છે.

આ દુર્ઘટના પર પ્રધાનમંત્રી મોદીએ એ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. વહીવટીતંત્ર તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યું હોવાની ખાતરી પણ આપવામાં આવી છે. બીજી તરફ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી તપાસના આદેશ આપ્યા છે. રાજકીય સ્તરે આમ આદમી પાર્ટીએ અગ્નિ સુરક્ષાના નિયમોના પાલન અંગે તંત્રની બેદરકારી પર સવાલો ઉઠાવ્યા છે. હાલ પોલીસ હોટલમાં સુરક્ષાના નિયમોનું પાલન થયું હતું કે નહીં તેની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

(11:49 PM IST)