હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 31st October 2026
દિલ્હીની જૂતાંની ફેક્ટરીમાં આગનો કહેર: ૪નાં મોત, ૨ સારવાર હેઠળ: મંગોલપુરીમાં ભોંયરામાં લાગેલી આગ બાદ ધુમાડામાં ફસાયા લોકો; કારખાનામાલિકને પોલીસનું તેડું

નવી દિલ્હી: મંગોલપુરી ઔદ્યોગિક વિસ્તારના પ્રથમ તબક્કામાં આવેલી જૂતાં બનાવતી ફેક્ટરીમાં શુક્રવારે રાત્રે આગ લાગતાં ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં અને અન્ય બેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
રાત્રે લગભગ સાડાનવ વાગ્યે આગની જાણ થતાં અગ્નિશામક દળ અને પોલીસની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ બુઝાવવા ૨૦ અગ્નિશામક વાહનો મોકલાયાં હતાં. ફેક્ટરીમાંથી છ લોકોને બેભાન અવસ્થામાં બહાર કાઢી સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં ચારને મૃત જાહેર કરાયા હતા.
અગ્નિશામક અધિકારીના જણાવ્યા મુજબ આગ ભોંયરામાં લાગી હતી અને ઉપરના માળ સુધી ભારે ધુમાડો ફેલાયો હતો. આગને કાબૂમાં લેવામાં આવી હતી. પોલીસે ફેક્ટરીમાલિકને પૂછપરછ માટે બોલાવ્યો છે. આગનું કારણ તથા ઘટના સમયે હાજર કામદારોની સંખ્યા જાણવા તપાસ ચાલી રહી છે.
(9:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
