<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

ગર્લ્‍સ બોર્ડિંગ સ્‍કૂલમાં આગઃ ૧૬ વિદ્યાર્થીઓના મોતઃ૭૯ ઘાયલ

નૈરોબી,તા.૨૮: કેન્‍યાથી એક દુઃખદ અકસ્‍માતના સમાચાર સામે આવ્‍યા છે, જ્‍યાં આવેલી ગર્લ્‍સ બોર્ડિગ સ્‍કૂલમાં રાત્રે લાગેલી ભીષણ આગમાં ૧૬ વિદ્યાર્થીઓના મોત અને ૭૯ અન્‍ય ઘાયલ થયા છે. સરકારી અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, આ ઘટના ગિલગિલમાં ઉતુમિશી ગર્લ્‍સ સ્‍કૂલમાં બની હતી, જ્‍યાં હોસ્‍ટેલમાં અચાનક આગ લાગી હતી. તે સમયે મોટાભાગની વિદ્યાર્થીઓ તેમના રૂમમાં સૂઈ રહી હતી, જેના કારણે તેઓ સમયસર બહાર નીકળી શકી ન હતી.

શિક્ષણ મંત્રી જુલિયસ ઓંગામાએ માહિતી આપી હતી કે બચાવ અને રાહત ટીમો તાત્‍કાલિક ઘટનાસ્‍થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ઘાયલોને નજીકની હોસ્‍પિટલોમાં દાખલ કરવામાં આવી છે અને સારવાર લઈ રહી છે. શાળામાં ૮૦૦ થી વધુ વિદ્યાર્થીનીઓ છે, જેના કારણે વિસ્‍તારમાં ગભરાટ ફેલાયો છે.

અધિકારીઓએ જણાવ્‍યું હતું કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટના શોર્ટ સર્કિટને કારણે થઈ હતી કે અન્‍ય કોઈ કારણસર તે અંગે તપાસ ચાલી રહી છે. કેન્‍યામાં પહેલા પણ શાળાઓમાં આગ લાગવાની ઘટનાઓ બની છે. કેટલાક કિસ્‍સાઓ ઇરાદાપૂર્વક આગ લગાડવાના કારણે થયા છે, જ્‍યારે કેટલાક ટેકનિકલ ખામીને કારણે થયા છે.

(4:11 PM IST)