હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આભમાંથી વરસી રહી છે આગ! દિલ્હી-UPમાં પારો ૪૬ ડિગ્રીને પાર : 'યલો એલર્ટ' સાથે હીટવેવનો હાહાકાર
રાજસ્થાન અને બલુચિસ્તાનથી આવતા ગરમ પવનોએ ઉત્તર ભારતને ભઠ્ઠીમાં ફેરવ્યું: આગામી ૪ દિવસ આકરી ગરમીના, યુપીના બાંદામાં ૪૬ ડિગ્રી સાથે સીઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો

નવી દિલ્હી: ઉત્તર ભારત અત્યારે જાણે ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર પ્રદેશમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રવિવારનો દિવસ આ સીઝનનો સૌથી ગરમ દિવસ સાબિત થયો છે, જેમાં દિલ્હીના સફદરજંગમાં તાપમાન ૪૩.૪ ડિગ્રી તો લોધી રોડ પર સામાન્ય કરતા ૪.૮ ડિગ્રી વધુ નોંધાયું હતું. હવામાન વિભાગ (IMD) એ વધતા પારાને જોતા દિલ્હી અને આસપાસના વિસ્તારો માટે આગામી ચાર દિવસનું 'પીળા રંગનું હીટવેવ એલર્ટ' જારી કર્યું છે. ખાસ કરીને બપોરના સમયે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે અને ગરમીથી હાલમાં કોઈ રાહત મળવાના સંકેત નથી.
આ ભીષણ ગરમી પાછળ પડોશી દેશ અને રાજ્યમાંથી આવતા પવનો જવાબદાર છે. બલુચિસ્તાન અને રાજસ્થાનના રણ પ્રદેશોમાંથી ફૂંકાતા સૂકા અને ગરમ પવનોએ દિલ્હી-એનસીઆરની હવામાં ગરમાવો વધારી દીધો છે. ૨૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતી આ ગરમ 'લૂ' ને કારણે હવામાં ભેજનું પ્રમાણ ઘટી ગયું છે, જે સ્વાસ્થ્ય માટે પણ જોખમી સાબિત થઈ શકે છે. રિજ વિસ્તારમાં પારો ૪૪.૬ ડિગ્રી સુધી પહોંચી ગયો છે, જે આ વર્ષના ઉનાળાના અત્યંત આકરા તેવર બતાવી રહ્યો છે.
ઉત્તર પ્રદેશની સ્થિતિ તો દિલ્હી કરતા પણ વધુ ગંભીર જોવા મળી રહી છે. રાજ્યના બાંદા જિલ્લામાં તાપમાન ૪૬ ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે, જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ છે. હરિયાણા, રાજસ્થાન અને તેલંગાણા જેવા રાજ્યોમાં પણ તાપમાન ૪૫ ડિગ્રીની ઉપર સ્થિર છે. હવામાન નિષ્ણાતો માને છે કે મે મહિનાના બાકીના દિવસો અને જૂનની શરૂઆત વધુ ભયાનક હોઈ શકે છે. સતત વધતી ગરમીને કારણે વીજળીની માંગમાં પણ ધરખમ વધારો થયો છે અને પશુ-પક્ષીઓ તેમજ જનજીવન પર તેની માઠી અસરો દેખાવા લાગી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
