<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

મેક ઈન ઇન્‍ડિયાનો જોવા મળ્‍યો જલવો આત્‍મનિર્ભર ભારત...!! આધુનિક હથિયારો હવે આયાત નહિ.. હવે થાય છે નિકાસ

નરેન્‍દ્રભાઈ મોદીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં સંરક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ : ડિફેન્‍સ એક્‍સપોર્ટમાં છેલ્‍લા ૧૦ વર્ષમાં ૩૪ ગણો ઐતિહાસિક વધારોઃ ભારતે ફ્રાન્‍સ પાસેથી ૩૬ રાફેલ ફાઈટર જેટ ખરીદી વાયુસેનાની તાકાતમાં કર્યો વધારોઃ રશિયાનો લીધો સહયોગ બ્રમહોસ, તેજસ, અગ્નિ વી વિકસાવ્‍યું આત્‍મનિર્ભર ભારતનુ પ્રતીક નેવીમાં પણ કરાયો વિકાસ આર્મી, નેવી અને એર ફોર્સ વચ્‍ચે સંકલન વધારવા પ્રથમ વખત ‘‘ સી ડી એસઠ પદ બનાવ્‍યું: સર્જીકલ સ્‍ટ્રાઈક અને ઓપરેશન સિંદૂરને પગલે જવાનોનો અભિગમ બદલાયો મહીલાઓ માટે નવા દરવાજા ખુલ્‍યા ઉત્તરપ્રદેશ અને તમિલનાડુમાં બનાવાયા નવા ડિફેન્‍સ કોરીડોર લશ્‍કરી ક્ષેત્રે આમૂલ પરિવર્તન

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદી વડાપ્રધાન બન્‍યા ત્‍યાર થી અત્‍યાર સુધીમાં દેશના સંરક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ જોવા મળી છે, રક્ષા બજેટમાં સતત વધારો, અને મોદી સરકારની જરૂર પડ્‍યે છૂટો દોર આપવાની નીતી ને કારણે સૈનિકો માં અનેરો જુસ્‍સો જોવા મળી રહ્યો છે.

છેલ્‍લા કેટલાય વર્ષોથી આપણે હથીયારની ખરીદી અન્‍ય દેશો પાસે થી કરવી પડતી હતી, પરંતુ નરેન્‍દ્રભાઇની દૂરંદેશી અને મેક ઇન ઇન્‍ડિયા ના આયોજન ને પગલે આજે આપણે હથીયાર સહીત લશ્‍કરની અનેક સામગ્રી ભારત માં જ બનાવી અન્‍ય દેશો ને વેચી રહ્યા છીએ... આ છે નરેન્‍દ્રભાઈ નું વિઝન...

 દસેક વર્ષ પહેલાં શું કોઈએ વિચાર્યું હતું કે આપણે હથીયાર બનાવીશું અને અન્‍ય દેશો ને વેચીશું....??, આપણે માત્ર હથીયાર બનાવતા કે વેચતા નથી પરંતુ આપણી બનાવટ ના હથીયાર ની ક્‍વોલિટી અને ગુણવત્તા અનેક દેશો એ વખાણી છે,... અને આ જ આપણા માટે ગર્વ ની વાત છે.

નરેન્‍દ્ર ભાઈના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં મોટા પાયે આધુનિકીકરણ, થઈ આત્‍મનિર્ભરતા, નવા હથિયારો, ટેકનોલોજી અને સૈન્‍ય સુધારણા જોવા મળ્‍યા છે. સરકારનો મુખ્‍ય ફોકસ ‘‘આત્‍મનિર્ભર ભારત'', ‘‘મેક ઇન ઇન્‍ડિયા'' અને સૈન્‍યને આધુનિક બનાવવાનો રહ્યો છે.

 આત્‍મનિર્ભરતામાં મોટો વધારો થયો, જેમાં સૌથી મોટો બદલાવ આવ્‍યો વિદેશી હથિયારો પરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ, ભારતમાં જ હથિયાર અને સૈન્‍ય સાધનોનું ઉત્‍પાદન ઉપર ભાર અપાયો.

ભારતનું ડિફેન્‍સ પ્રોડક્‍શન વર્ષ  ૨૦૧૪૧૫માં આશરે રૂ. ૪૬,૦૦૦ કરોડ હતું જે વર્ષ  ૨૦૨૪૨૫માં રૂ.૧.૫ લાખ કરોડ થી વધુ થયું, સરકારે ખાનગી કંપનીઓને ડિફેન્‍સ ક્ષેત્રમાં પ્રવેશ આપ્‍યો ૭૮૮ થી વધુ ડિફેન્‍સ લાઈસન્‍સ આપ્‍યા.

૨. ડિફેન્‍સ એક્‍સપોર્ટમાં ઐતિહાસિક વધારો ભારત હવે માત્ર આયાતકાર નહીં પરંતુ હથિયારોનો નિકાસકાર દેશ પણ બન્‍યો છે, આપણું ડિફેન્‍સ એક્‍સપોર્ટ વર્ષ ૨૦૧૩૧૪ માં  રૂ.૬૮૬૧,૯૦૦ કરોડ હતું જે વર્ષ ૨૦૨૪૨૫ માં રૂ. ૨૩,૬૨૨ કરોડ પર પહોંચ્‍યું આ લગભગ ૩૪ ગણો વધારો છે , આજે ભારત ૧૦૦ થી વધુ દેશોમાં નિકાસ કરે છે. બ્રહ્મોસ મિસાઈલ,બુલેટપ્રૂફ જેકેટ, રડારપેટ્રોલ બોટ હેલિકોપ્‍ટર પાર્ટ્‍સ વગેરે નો નિકાસ થાય  છે.

૩. રાફેલ ફાઈટર જેટ્‍સનોનો વાયુસેનામાં સમાવેશ ભારતે ફ્રાન્‍સ પાસેથી ૩૬ રાફેલ ફાઈટર જેટ્‍સ ખરીદ્યા, જેની વિશેષતા ઓ જોઈએ તો આધુનિક મિસાઈલ સિસ્‍ટમ,લાંબા અંતર સુધી હુમલો કરવાની ક્ષમતાખૂબ આધુનિક રડાર, આથી ભારતીય વાયુસેનાની શક્‍તિમાં મોટો વધારો થયો.

‘‘S-400 એર ડિફેન્‍સ સિસ્‍ટમ''

S-400 Triumph રશિયા પાસેથી ખરીદેલી S-400 સિસ્‍ટમ કે જે દુશ્‍મન વિમાન અને મિસાઈલ શોધી શકે, તેમજ  લાંબા અંતર સુધી હુમલો કરી શકે, જેને લઈને ભારતની એર ડિફેન્‍સ ક્ષમતા ઘણી વધી.

૫. સ્‍વદેશી મિસાઈલ અને હથિયાર વિકાસ બ્રહ્મોસ ભારત-રશિયા સંયુક્‍ત ઉપક્રમે મિસાઈલ વિશ્વની ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલોમાંથી એક ફિલિપાઇન્‍સ ને નિકાસ પણ શરૂ અગ્નિ.વી  લાંબા અંતરની પરમાણુ ક્ષમતા ધરાવતી મિસાઈલ ચીન સુધી પહોંચવા ની ક્ષમતા આકાશ મિસાઈલ સિસ્‍ટમ  સ્‍વદેશી એર ડિફેન્‍સ સિસ્‍ટમ જેમાં પણ ઘણા દેશો રસ બતાવી રહ્યા છે.

૬. તેજસ ફાઈટર જેટ તેજસ -ભારતનું સ્‍વદેશી ફાઈટર વિમાન HAL દ્વારા વિકસાવાયેલભારતીય વાયુસેના માં સમાવેશ Mk1A વર્ઝન માટે મોટા ઓર્ડર પ્રાપ્ત થયેલ છે આને આત્‍મનિર્ભર ભારતનું પ્રતિક માનવામાં આવે છે.

૭. નેવીમાં મોટો વિકાસ  ભારતીય નૌકાદળ માટેઃનવા ડિસ્‍ટ્રોયરસ,એર ક્રાફટ કેરિયર,ન્‍યુક્‍લીયર સબમરીન આઈ એન એસ વિક્રાંત  ભારતનું પ્રથમ સ્‍વદેશી એર ક્રાફટ કેરિયર  આ ભારતની સમુદ્રી શક્‍તિ માટે મોટું પગલું માનવામાં આવે છે.

ચીફ ઓફ ડિફેન્‍સ સ્‍ટાફ ની વર્ષ ૨૦૧૯ માં કરી રચના  પ્રથમ વખત CDS પદ બનાવાયું અને બિપિન રાવત પ્રથમ CDS બન્‍યા, આર્મી, નેવી અને એર ફોર્સ વચ્‍ચે સંકલન વધારવા તેમજ જોઇન્‍ટ ઓપરેશન મજબૂત બનાવવા ખાસ આ પદ બનાવ્‍યું.

૯. સર્જિકલ સ્‍ટ્રાઈક અને મજબૂત સૈન્‍ય અભિગમ વર્ષ ૨૦૧૬ માં સર્જીકલ સ્‍ટ્રાઈક,  ઉરી હુમલા પછી એલઓસી  પાર કાર્યવાહી. વર્ષ ૨૦૧૯માં  બાલા કોટ એર સ્‍ટ્રાઇક  પુલવામા હુમલા પછી એર સ્‍ટ્રાઈક,  આ બંને પછી ભારત ની ‘‘પ્રતિક્રિયાત્‍મક'' નહીં પરંતુ ‘‘આક્રમક જવાબ'' આપવાની નીતિ ચર્ચામાં આવી.

૧૦. મહિલાઓ માટે નવા દરવાજા મહિલાઓને પરમાનેન્‍ટ કમિશન અને એ સાથે એનડીએ માં પ્રવેશ,ફાઇટર પાઈલટ તરીકે મહિલાઓ ને મળી તક જેને પગલે મહિલા અધિકારીઓની સંખ્‍યા નોંધપાત્ર વધી.

૧૧. ડિફેન્‍સ કોરિડોર ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ માં એમ બે મોટા ડિફેન્‍સ કોરિડોર બનાવાયા જેનો મુખ્‍ય હેતુ હતો  ડિફેન્‍સ ઇન્‍ડસ્‍ટ્રી  ક્‍લસ્‍ટર  વિકસાવવું અને રોજગાર અને ઉત્‍પાદન વધારવું

૧૨. DRDO અને નવી ટેકનોલોજી ડિફેન્‍સ રિસર્ચ એન્‍ડ ડેવલપમેન્‍ટ ઓર્ગેનાઈઝન જેમાં મુખ્‍ય વિકાસ,ડ્રોન ટેકનોલોજી એન્‍ટી ડ્રોન સિસ્‍ટમ  હાયપર સોનિક રિસર્ચ, AI આધારિત યુદ્ધ ટેકનોલોજી ઉપર કરાયો.

૧૩. બોર્ડર ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર વિકાસ મોદી સરકારે બોર્ડર ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ઉપર પણ વધુ ભાર મૂક્‍યો ખાસ કરી ને ચીન અને પાકિસ્‍તાન બોર્ડર પર જ્‍યાં  રસ્‍તા, ટનલ, એરસ્‍ટ્રિપ,બ્રિજઝડપથી બનાવાયા, તેમજ  લદ્દાખ, અરુણાચલ પ્રદેશ ઉપર વધુ ધ્‍યાન અપાયું.

૧૪. અગ્નિવીર યોજના મોદી સરકારે વર્ષ ૨૦૨૨ માં અગ્નિપથ સ્‍કીમ શરૂ કરી, જેનો ઉદેશ્‍ય હતો, યુવા ભરતી,સૈન્‍યનું સરેરાશ વય ઓછું કરવું,ખર્ચ નિયંત્રણપણ આ યોજના અંગે વિરોધ અને ચર્ચા પણ થઈ. એકંદરે  છેલ્‍લા ૧૨ વર્ષના મુખ્‍ય બદલાવ ને ટૂંક માં જોઈએ તો  આત્‍મનિર્ભરતા , મેક ઈન ઈન્‍ડિયા ડિફેન્‍સ નિકાસ, વાયુસેના ની નવી તાકાત બની  રાફેલ અને તેજસ  એર ડિફેન્‍સ S-400 મિસાઈલ બ્રહ્મોહસ, અગ્નિ  નૌકાદળ ની શક્‍તિ માં વધારો થયો આઈએનએસ વિક્રાંત થી  છેલ્‍લા દાયકા માં ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં ‘‘Import-dependent military''માંથી ‘‘આત્‍મનિર્ભર અને ટેક્રોલોજી આધારિત સૈન્‍ય શક્‍તિ'' બનવાની દિશામાં મોટું પરિવર્તન કર્યું છે.

(12:00 PM IST)