તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
તેલંગાણાની હોસ્પિટલમાં આગઃ ૩ નવજાત શિશુઓના મોત
હોસ્પિટલમાં ૨૭ નવજાત શિશુઓની સારવાર ચાલી રહી હતી AC વિસ્ફોટની આશંકાઃ આ વર્ષે આવી ૬ ઘટનાઓમાં ૨૫ લોકોના મોત

હૈદરાબાદ તા.૨૨: તેલંગાણાના આદિલાબાદ જિલ્લામાં સરકારી સંચાલિત RIMS હોસ્પિટલના સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ (SNCU) માં સોમવારે રાત્રે લગભગ ૧૧:૫૦ વાગ્યે આગ લાગી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ત્રણ નવજાત શિશુઓના મોત થયા છે, જ્યારે ઘણા અન્ય ગંભીર સ્થિતિમાં છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, યુનિટમાં ૨૭ નવજાત શિશુઓની સારવાર ચાલી રહી હતી. અકસ્માત બાદ, ૨૪ બાળકો વિવિધ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. પ્રારંભિક માહિતી ખ્ઘ્ ખામીને કારણે વિસ્ફોટ થયો હોવાનું સૂચવે છે. જોકે, તપાસ પૂર્ણ થયા પછી ચોક્કસ કારણ બહાર આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષે ભારતમાં હોસ્પિટલમાં આગમાં ૨૫ લોકોના મોત થયા છે. આમાં ઓડિશાના કટકમાં ૧૨ દર્દીઓ, બિહારના મુઝફફરપુરમાં ૫ દર્દીઓ, મહારાષ્ટ્રના અમરાવતીમાં ૩ નવજાત શિશુઓ, તેલંગાણાના આદિલાબાદમાં ૩ નવજાત શિશુઓ, ઉત્તર પ્રદેશના કાનપુરમાં ૧ નવજાત શિશુઓ અને ઉત્તરાખંડના દેહરાદૂનમાં ૧ દર્દીનો સમાવેશ થાય છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગમાં ૫ દિવસના એક બાળકનું પ્રથમ મૃત્યુ થયું હતું. મંગળવારે સવારે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બીજા નવજાત શિશુનું મૃત્યુ થયું. બપોરે ત્રીજા બાળકનું મૃત્યુ થયું.
હાલમાં ચોવીસ બાળકો સારવાર હેઠળ છે. તેમાંથી એકની હાલત ગંભીર છે. બાકીના બાળકોના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ નવજાત શિશુઓના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે નિર્દેશ આપ્યો કે સારવાર હેઠળ રહેલા બાળકોને શ્રેષ્ઠ અને અદ્યતન તબીબી સંભાળ પૂરી પાડવામાં આવે અને તેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવે. તેમણે એ પણ નિર્દેશ આપ્યો કે ઘટનાની તપાસ બાદ રિપોર્ટ રજૂ કરવામાં આવે અને હોસ્પિટલોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
