હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અગ્નિવીરોને 4 વર્ષ પછી વધુ 2 વર્ષ નોકરીની તકઃ પ્રસ્તાવ મુકાયો
અગ્નિવીરોની પ્રથમ બેચ ર૧ નવેમ્બરે ૪ વર્ષ પૂર્ણ કરશેઃ તે પહેલા નિર્ણયની શકયતા

નવી દિલ્હીઃ ભારતીય સેનાની અગ્નિપથ યોજના માં ફરી મોટો ફેરફાર થવાની શક્યતા છે. મીડિયા અહેવાલો અને સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાર વર્ષની સેવા પૂરી કરનારા અગ્નિવીરોને વધુ બે વર્ષનું એક્સટેન્શન આપવાની તૈયારી ચાલી રહી છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળશે તો અગ્નિવીરોને સેનામાં વધુ સમય સેવા આપવાની તક મળી શકે છે. જોકે, આ અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
અગ્નિવીર યોજનાનો પ્રથમ બેચ 21 નવેમ્બરથી ચાર વર્ષની સેવા પૂર્ણ કરીને બહાર થવાનો છે. અહેવાલો અનુસાર, આ સમયમર્યાદા પહેલાં એક્સટેન્શન અંગે નિર્ણય જાહેર થઈ શકે છે. હાલમાં કેટલા અગ્નિવીરોને આ વધારાની તક મળશે અને કઈ સેવામાં તેનો અમલ થશે તે સ્પષ્ટ નથી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જો બે વર્ષના એક્સટેન્શનની યોજના અમલમાં આવશે તો સેનામાં ત્રણ પ્રકારના સૈનિકો જોવા મળી શકે છે: નિયમિત સૈનિકો, ચાર વર્ષની સેવા પછી એક્સટેન્શન મેળવનારા અગ્નિવીરો અને નવા અગ્નિવીરો.
કેન્દ્ર સરકારે 14 જૂન 2022ના રોજ અગ્નિપથ યોજનાની શરૂઆત કરી હતી. આ અંતર્ગત થલસેના, નૌકાદળ અને વાયુસેનામાં ચાર વર્ષ માટે ભરતી કરવામાં આવે છે. ચાર વર્ષ પૂર્ણ થયા બાદ કામગીરી, યોગ્યતા અને સેનાની જરૂરિયાતના આધારે વધુમાં વધુ 25 ટકા અગ્નિવીરોને નિયમિત કેડરમાં સામેલ કરવાની જોગવાઈ છે. બાકીના 75 ટકા અગ્નિવીરોની સેવા પૂર્ણ થાય છે.
સેવા પૂર્ણ કરનારા અગ્નિવીરોને વ્યાજ સહિત આશરે ₹11.71 લાખનું સેવા નિધિ પેકેજ (Seva Nidhi Package) આપવામાં આવે છે. આ ઉપરાંત તેમને કૌશલ્ય પ્રમાણપત્ર અને 48 લાખ રૂપિયાનું જીવન વીમા કવચ પણ મળે છે. જોકે, સેવા પૂર્ણ થયા બાદ નિયમિત પેન્શન અને ગ્રેચ્યુઇટી મળતી નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
