<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

પહેલા કેફેમાં દારૂની પાર્ટી કરી પછી ગૃપની મેમ્‍બર પર ગેંગરેપ

દેશની રાજધાની ફરી એકવાર શર્મસાર થઈઃ બે મહિલા આરોપી સહિત ત્રણ લોકોની ધરપકડ

નવી દિહી તા.૨૫: દેશની રાજધાની દિલ્‍હીમાં  ફરી એક વખત ગેંગરેપની ઘટના બની છે. જાણવા મળતી માહિતી અનુસાર દિલ્‍હીના પ્રીત વિહાર વિસ્‍તારમાં આવેલા એક કેફેમાં લેટ નાઈટ પાર્ટી પછી ૨૨ વર્ષની યુવતી સાથે કથિત ગેંગરેપ કરવામાં આવ્‍યો. જાણકારી અનુસાર આરોપી અને પીડીતા એક જ કેફેમાં કામ કરતા હતા અને કામ પછી દારૂની પાર્ટી કરવા પહોંચ્‍યા હતા દારૂ પીધા પછી ગ્રુપના યુવકોએ ૨૨ વર્ષીય યુવતી પર ક્રૂરતા આચરી હતી. પીડીતાનો આરોપ છે કે આ કામમાં તેના ગ્રુપમાં સાથે આવેલી બે મહિલાઓએ પણ મદદ કરી.

યુવતીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ બાદ તુરંત કાર્યવાહી શરૂ કરવામાં આવી અને બે મહિલા આરોપી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી. ગેંગરેપમાં સંડોવાયેલા અન્‍ય યુવકોને શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે.

ગેંગરેપની ઘટના અંગે મળતી માહિતી અનુસાર દિલ્‍હીના પ્રીત વિહાર વિસ્‍તારમાં આ ઘટના બની છે. પ્રીત વિહાર વિસ્‍તારમાં આવેલા એક કેફે માં આઠ મિત્રોનું ગ્રુપ પાર્ટી કરવા માટે પહોંચ્‍યું હતું. જાણવા એવું પણ મળે છે કે આ બધા જ લોકો કેફેમાં સાથે કામ કરતા હતા. રાત્રે ૧૧:૩૦ કેફે બંધ થઈ ગયા પછી આઠમાંથી એક મિત્ર જેની પાસે કેફેની ચાવી રહેતી હતી તેને ફરીથી કેફે ખોલ્‍યું અને અંદર આઠ લોકોએ પાર્ટી કરી. સવારે ૩:૩૦ કલાક સુધી પાર્ટી થઈ અને ત્‍યાંથી બધા મિત્રો સાથે નીકળ્‍યા. કેફેમાં દારૂની પાર્ટી કર્યા પછી આરોપીઓએ પીડિતા સાથે ગેંગરેપ કર્યો.

ઘટના બાદ તુરંત જ પીડીતા એ પ્રીત વિહાર વિસ્‍તારના પોલીસ સ્‍ટેશનમાં ગેંગરેપની ફરિયાદ નોંધાવી. પીડિતાનો આરોપ છે કે દારૂની પાર્ટી કર્યા પછી તેની સાથે ગેંગરેપની ઘટના બની અને આ કામમાં કેફેની મહિલા કર્મચારીઓએ આરોપીની મદદ કરી. મામલાની ગંભીરતાને ધ્‍યાનમાં લઇને પોલીસે તુરંત જ કાર્યવાહી કરી અને ઘટનામાં સંડોવાયેલી બે મહિલાઓની ધરપકડ કરી. આ મામલે અત્‍યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે ઘટનામાં સંડોવાયેલા ચાર આરોપીઓ હજુ પણ પોલીસની પકડથી બહાર છે જેમની શોધખોળ પોલીસ કરી રહી છે.

મહત્‍વનું છે કે સપ્‍ટેમ્‍બર મહિનામાં પણ દિલ્‍હીના કાલકાજી વિસ્‍તારમાં એક યુવતી સાથે ગેંગરેપની ઘટના નોંધાઇ હતી. સપ્‍ટેમ્‍બર મહિનાની ઘટનામાં યુવતી પોતાના મિત્ર સાથે કાલકાજી મંદિર દર્શન કરવા માટે પહોંચી હતી મંદિરેથી પરત ફરતી વખતે મહિલા અને તેનો મિત્ર પાર્કમાં ગયા હતા જ્‍યાં ત્રણ યુવકો આવ્‍યા અને તેઓ દિલ્‍હી પોલીસના કર્મચારી હોવાનું કહીને યુવક યુવતીને ધમકાવા લાગ્‍યા. ત્રણમાંથી એક વ્‍યક્‍તિએ યુવકને પકડી રાખ્‍યો અને ત્‍યાર પછી યુવતી પર પાર્કમાં ક્રૂરતા આચરવામાં આવી. સપ્‍ટેમ્‍બર મહિના પછી ફરી એક વખત દિલ્‍હીમાં ગેંગરેપનો મામલો નોંધાયો છે.

(10:18 AM IST)