<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

ચરાડવામાં પૂ. દયાનંદગિરીજી મહારાજનો પ્રથમ વાર્ષિક પુણ્‍યતિથિ મૂર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

શ્રી મહાકાળી માતાજીનો ૯ થી ૧૩ મે સુધી ૧૭મો પાટોત્‍સવ : પૂ. અમરગીરીજી મહારાજના સાનિદયમાં આયોજનઃ ઇનોવા કાર અર્પણ, સંતવાણી પૂજન, અર્ચન, નગરયાત્રા સહિતનું આયોજનઃ તડામાર તૈયારી

રાજકોટ તા.૭: ચરાડવા શ્રી મહાકાળી આશ્રમ ખાતે માતાજીના ૧૭મા પાટોત્‍સવ અને પૂ. દયાનંદગીરીજી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્‍યતિથિ નિમિત્તે પંચદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવઃ દિવસવાર ભવ્‍ય આયોજનો જાહેર

તા. ૯ મેથી ૧૩ મે ૨૦૨૬ સુધી યજ્ઞ, અખંડ ધૂન, નગરયાત્રા, મૂર્તિ પ્રતિષ્ઠા, ઈનોવા અર્પણ સહિતના કાર્યક્રમો, સમાપન દિવસે પ્રિતીબેન વાજા-મિલનભાઈ પટેલની સંતવાણી, મહંત શ્રી અમરગીરીજી બાપુનું નિમંત્રણ

જગત જનની શ્રી મહાકાળી માતાજીની અસીમ કૃપાથી હળવદ તાલુકાના ચરાડવા ગામે દેવળીયા રોડ પર આવેલા શ્રી મહાકાળી આશ્રમ ખાતે શ્રી મહાકાળી માતાજીનો ૧૭મો ભવ્‍ય પાટોત્‍સવ તથા આશ્રમના આદ્યસ્‍થાપક અનંત વિભૂષિત શ્રીમદ્‌ સદગુરુ પ.પૂ. સંત શ્રી દયાનંદગીરીજી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્‍યતિથિ નિમિત્તે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.

પૂ. મહંત શ્રી અમરગીરીજી બાપુના સાનિધ્‍યમાં આ પંચદિવસીય મહોત્‍સવ વિક્રમ સંવત ૨૦૮૨, વૈશાખ વદ-૭, તારીખ ૦૯-૦૫-૨૦૨૬, શનિવારથી વૈશાખ વદ-૧૧, તારીખ ૧૩-૦૫-૨૦૨૬, બુધવાર સુધી ઉજવાશે.

તા.૯ને શનીવારે સવારે ૭ કલાકે વૈદિક મંત્રોચ્‍ચાર સાથે યજ્ઞનો શુભારંભ થશે. વિશ્વ કલ્‍યાણ અર્થે યોજાનારા આ મહાયજ્ઞની સાંજે ૪ કલાકે પૂર્ણાહુતિ થશે. આ દિવસથી આશ્રમ પરિસરમાં અખંડ ધૂનનો પ્રારંભ થશે જે તા. ૧૩મી સુધી અવિરત ચાલુ રહેશે. બપોરે ૧૨ કલાકે ભાવિકો માટે મહાપ્રસાદની વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે.

બીજા દિવસે આશ્રમ પરિસરમાં અખંડ ધૂન સતત ચાલુ રહેશે. સવારે ૯ કલાકે શ્રી મહાકાળી માતાજીનો શૃંગાર દર્શન અને મહાઆરતી યોજાશે. દિવસ દરમિયાન ભજન-કીર્તન અને નામ-સ્‍મરણના કાર્યક્રમો ચાલશે. બપોરે ૧૨ કલાકે મહાપ્રસાદનું આયોજન છે. સાંજે ૭ કલાકે પધારેલા સંતો-મહંતોના સાનિધ્‍યમાં ધર્મસભા યોજાશે.

તા.૧૧ને સોમવારે ત્રીજા દિવસે પણ અખંડ ધૂન અવિરત ચાલુ રહેશે. સવારે ૮ કલાકે રુદ્રાભિષેક અને વિશેષ પૂજન-અર્ચન યોજાશે. દિવસ દરમિયાન દૂર દૂરથી પધારેલા ભાવિકો માટે દર્શન વ્‍યવસ્‍થા રહેશે. બપોરે ૧૨ કલાકે મહાપ્રસાદ યોજાશે. સાંજે ૬:૩૦ કલાકે સત્‍સંગ અને ભજન સંધ્‍યાનું આયોજન કરાયું છે, જેમાં સ્‍થાનિક ભજન મંડળો સેવા આપશે.

તા.૧૨ને મંગળવારે સવારે ૮:૩૦ કલાકે પ્રાયヘતિ વિધિ સાથે મુખ્‍ય કાર્યક્રમોનો પ્રારંભ થશે. સવારે ૧૦:૦૦ કલાકે મહા સ્‍થાપના વિધિ યોજાશે. સાંજે ૪:૦૦ કલાકે પૂ. બાપુની દિવ્‍ય પાલખી સાથે ચરાડવા ગામમાં ભવ્‍ય નગરયાત્રા નીકળશે. નગરયાત્રામાં ડીજે, ઢોલ-નગારાં, રાસ-ગરબા અને ભજન મંડળીઓ જોડાશે. સાંજે ૬:૩૦ કલાકે ધાન્‍યા દિવાસનું આયોજન કરવામાં આવ્‍યું છે.

તા.૧૩ને બુધવારે સવારે ૮:૦૦ કલાકે પંચાગ કર્મ-દેવતા આહવાન પૂજન, ૧૧:૦૦ કલાકે અરણિ મંથન દ્વારા અગ્નિ પ્રગટાવી અગ્નિ પૂજન, ૧૧:૩૦ કલાકે ગ્રહશાંતિ વિધિ યોજાશે. બપોરે ૧૨:૨૫ કલાકના વિજય મુહૂર્તમાં પૂ. દયાનંદગીરીજી બાપુની દિવ્‍ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્‍યારબાદ ૧૨:૩૦ કલાકે પૂ. ગુરૂજીને અતિપ્રિય એવી ઈનોવા ગાડીનું સ્‍થાપના-અર્પણ વિધિપૂર્વક થશે. સાંજે ૪:૦૦ કલાકે મહા આરતી અને ૪:૨૫ કલાકે પૂર્ણાહુતિ યોજાશે. રાત્રે ૯ કલાકે સંતવાણી આરાધક પ્રિતીબેન વાજા અને ભજનીક મિલનભાઈ પટેલ સાજીંદા ગ્રુપ સાથે ભવ્‍ય સંતવાણી પ્રસ્‍તુત કરશે.

પૂ. દયાનંદગીરીજી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્‍યતિથિ નિમિત્તે મૂર્તિ પ્રતિષ્ઠા થતી હોવાથી સૌરાષ્ટ્રભરમાંથી હજારો સંતો-મહંતો અને ભાવિક ભક્‍તો ઉમટી પડશે. આશ્રમ પરિસરમાં તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

પૂ. મહંત શ્રી અમરગીરીજી બાપુ દ્વારા સર્વે ધર્મપ્રેમી જનતાને દર્શનનો લાભ લેવા તથા મહાપ્રસાદ ગ્રહણ કરવા ભાવભર્યું આમંત્રણ છે. વધુ માહિતી માટે મો. ૯૪૨૬૯ ૫૦૫૧૫ પર સંપર્ક કરવા વિનંતી છે.

 

 

(10:52 AM IST)