તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
iPhone 18 Pro Max નો ફર્સ્ટ લુક થયો લીક: ક્વાડ-કર્વ્ડ ડિસ્પ્લે અને 200MP કેમેરા સાથે એપલ રચશે નવો ઈતિહાસ, ડમી વીડિયોએ મચાવ્યો ખળભળાટ
ડાયનેમિક આઇલેન્ડની સાઈઝમાં 25% નો ઘટાડો અને DSLR જેવી ફોટોગ્રાફી માટે વેરિયેબલ એપરચર ટેકનોલોજી; સપ્ટેમ્બરમાં લોન્ચિંગ પહેલા જ ડિઝાઇનની વિગતો જાહેર

રાજકોટ: ટેક જાયન્ટ એપલ (Apple) દર વર્ષે પોતાના નવા આઈફોન દ્વારા દુનિયાને ચોંકાવતું હોય છે, ત્યારે આ વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ થનારા iPhone 18 Pro Max ને લઈને અત્યારથી જ સોશિયલ મીડિયા પર ગરમાવો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં આ ફ્લેગશિપ ફોનનો એક હેન્ડ્સ-ઓન વીડિયો અને મેટલ ડમી લીક થયો છે, જે ફોનની ડિઝાઇનમાં થનારા મોટા ફેરફારો તરફ ઈશારો કરે છે. આ વખતે એપલ ક્વાડ-કર્વ્ડ (ચારે બાજુથી વળેલી) ડિસ્પ્લે સાથે માર્કેટમાં ઉતરી શકે છે, જે યૂઝર્સને પ્રીમિયમ વિઝ્યુઅલ એક્સપિરિયન્સ આપશે.
લીક થયેલા વીડિયો મુજબ, iPhone 18 Pro Max ની પાછળની પેનલ પર ટ્રિપલ કેમેરા સેટઅપ જાળવી રાખવામાં આવ્યું છે, પરંતુ કેમેરા સેન્સરની સાઈઝ પહેલા કરતા મોટી જોવા મળી રહી છે. સૌથી મોટો ફેરફાર સ્ક્રીન પરના 'ડાયનેમિક આઇલેન્ડ'માં જોવા મળી શકે છે. અહેવાલો અનુસાર, તેની સાઈઝમાં ૨૫ ટકાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે, જે હવે ૨૦mm થી ઘટીને માત્ર ૧૫mm થઈ શકે છે. આ ફેરફારને કારણે યૂઝર્સને સ્ક્રીન પર વધુ સ્પેસ મળશે.
કેમેરામાં થશે ક્રાંતિકારી બદલાવ:
ફોટોગ્રાફીના શોખીનો માટે iPhone 18 Pro Max કોઈ વરદાનથી ઓછો નહીં હોય. ચાઇનીઝ ટિપસ્ટર ડિજિટલ ચેટ સ્ટેશનના જણાવ્યા અનુસાર, આ વખતે એપલ પ્રથમવાર 'વેરિયેબલ એપરચર' (Variable Aperture) ટેકનોલોજી લાવવા જઈ રહ્યું છે. આ ફીચર લેન્સને દ્રશ્ય મુજબ પ્રકાશ એડજસ્ટ કરવાની મંજૂરી આપશે, જેનાથી યૂઝર્સ DSLR કેમેરા જેવી પ્રોફેશનલ ગુણવત્તાવાળી તસવીરો ખેંચી શકશે. આ ઉપરાંત, આ ફોનમાં ૨૦૦MP નો પેરિસ્કોપ લેન્સ હોવાની પણ પ્રબળ શક્યતા છે, જે 5x ઓપ્ટિકલ ઝૂમને સપોર્ટ કરશે.
ડિઝાઇન અને જાડાઈ:
જો ડિઝાઇનની વાત કરીએ તો, iPhone 18 Pro Max ની જાડાઈ ૧૧.૫૪mm હોવાની અપેક્ષા છે, જે iPhone 17 Pro Max કરતા થોડી વધારે છે. આ જાડાઈ પાછળનું મુખ્ય કારણ વધુ શક્તિશાળી કેમેરા હાર્ડવેર અને કદાચ મોટી બેટરી હોઈ શકે છે. જોકે, હાર્ડવેરની સત્તાવાર વિગતો તો લોન્ચિંગ સમયે જ સ્પષ્ટ થશે, પરંતુ લીક થયેલા ડમીએ અત્યારથી જ આઈફોન પ્રેમીઓની ઉત્સુકતા વધારી દીધી છે. ટેક નિષ્ણાતો માને છે કે આ વર્ષે એપલ હાર્ડવેર અને ડિઝાઇનમાં અત્યાર સુધીના સૌથી મોટા અપગ્રેડ્સ આપી શકે છે.
(12:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
