તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
ઈતિહાસમાં પહેલીવાર પાકિસ્તાનની સુંદરી મિસ વર્લ્ડના મંચ પર જોવા મળશે
મિસ વર્લ્ડ પાકિસ્તાન ૨૦૨૬નો તાજ જીતી ૨૪ વર્ષની અનીકા મેરાજ વિયતનામમાં થનારા ૭૫માં મિસ વર્લ્ડ ફેસ્ટિવલમાં ભાગ લેશે : વિયતનામમાં ગ્રાન્ડ ઈવેન્ટ ૯ ઓગસ્ટથી ૫ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી ચાલશે

નવી દિલ્હી તા.૧૮: પાકિસ્તાનના ૭૫ વર્ષના ઈતિહાસમાં પહેલી વાર કોઈ હસીના મિસ વર્લ્ડના મંચ પર જોવા મળશે. જ્યાં ભારત છેલ્લા ૬૦ વર્ષથી રાજ કરે છે. મિસ વર્લ્ડ પાકિસ્તાન ૨૦૨૬નો તાજ જીતી ૨૪ વર્ષની અનીકા મેરાજ વિયતનામમાં થનારા ૭૫માં મિસ વર્લ્ડ ફેસ્ટિવલમાં ભાગ લેશે. આ મંચ પર ૬૦ વર્ષ પહેલા તિરંગો લહેરાઈ ચુક્યો છે. ૧૯૬૬માં રીતા ફારિયા મિસ વર્લ્ડ બનનારી ન ફક્ત પહેલી ભારતીય હતી, પણ સમગ્ર એશિયાની પહેલી મહિલા હતી.
જે મિસ વર્લ્ડના મંચ પર પાકિસ્તાન હવે જતાં પોતાનું પ્રથમ ડગલું માંડવાનું વિચારી રહ્યું છે, જ્યાં ભારત આજથી ૬૦ વર્ષ પહેલા જ પોતાનો તિરંગો લહેરાવી દીધો હતો. વર્ષ ૧૯૬૬માં ભારતની રીતા ફારિયાએ ન ફક્ત આ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો, પણ સુંદરતા અને ઈંટેલીજેંસના દમ પર મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો અને આખી દુનિયા તેમની દીવાની થઈ હતી.
રીતા ફારિયા મિસ વર્લ્ડ બનનારી ન ફક્ત ખાલી પહેલી ભારતીય હતી, પણ સમગ્ર એશિયાની પહેલી મહિલા હતી. ત્યારથી અત્યાર સુધીની ૬ હસીનાઓને આ ખિતાબ મળી ચુક્યો છે. ભારતના આ ગઢમાં હવે પાકિસ્તાનની આ હસીના પોતાનું નસીબ અજમાવવા જઈ રહી છે. પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલી વાર કોઈ છોકરીએ મિસ વર્લ્ડના મંચ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે.
૨૪ વર્ષની અનીકા મેરાજે મિસ વર્લ્ડ પાકિસ્તાન ૨૦૨૬નો તાજ પોતાના નામે કરી લીધો છે. તે આ મોટા ગ્લોબલ બ્યૂટી પેજેંટમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરનારી પહેલી પાકિસ્તાની મહિલા બની ગઈ છે. આજ સુધી કોઈ પાકિસ્તાનીએ આ પ્રતિયોગિતામાં પગ મુકવાની હિમ્મત નહોતી દેખાડી.
મિસ વર્લ્ડની ઓફિશિયલ વેબસાઈટ અને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટે પણ આ વાતની પાક્કી મહોર લગાવી દીધી છે. અનીકા મેરાજ વિયતનામમાં થનારા મિસ વર્લ્ડ ફેસ્ટિવલની ૭૫મી એનિવર્સિરી એડિશનમાં ભાગ લેશે. આ ગ્રાન્ડ ઈવેન્ટ ૯ ઓગસ્ટથી ૫ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી ચાલશે.
વિયતનામમાં સજનારા આ મંચ પર સૌથી મજેદાર નજારો ત્યારે હશે, જ્યારે પહેલી વાર ભારત અને પાકિસ્તાનની સુંદરીઓ વચ્ચે સીધી ટક્કરનો એક અનોખો રોમાંચ આખી દુનિયાની સામે લાઈવ જોવા મળશે. ભારત તરફથી આ વખતે સાધ્વી સૈલ મંચ પર જોવા મળશે.
અનીકાએ બિઝનેસ અને ઈકોનોમિક્સમાં શાનદાર માર્ક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યું છે. તે હાલમાં ઓડિટિગ અને અકાઉંટિગમાં માસ્ટરની ડિગ્રીનો અભ્યાસ કરી રહી છે. અનીકાનું સપનું ખાલી મોડલિગની દુનિયા સુધી જ બંધાયેલું નથી. પોતાના ફયૂચર પ્લાનિગને લઈ વાત કરતા અનીકાએ જણાવ્યું કે, તેનું સૌથી મોટું સપનું સરકારી ઓડિટર બનવાનું છે
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
