<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

૧૮૭૭ બાદ પહેલીવાર અલ-નીનો તાંડવ મચાવશે

૧૪૦ વર્ષ બાદ પાછછો ફરી રહ્યો છે ‘‘વિલન'' અલ-નીનો : ભારતમાં દુષ્‍કાળ-ભીષણ ગરમીનું એલર્ટઃ ૮૦૦૦ કિમી લાંબી ગરમીની લહેર ફેલાણી

 

નવી દિલ્‍હી તા.૨૨: દેશમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૨ ડિગ્રીથી ૪૫ ડિગ્રી પાર થઈ રહ્યો છે, જ્‍યારે એની પાછળનું કારણ અલ નીનો છે. ૧૮૭૭ બાદ પ્રથમ વખત અત્‍યાર સુધીનું સૌથી શક્‍તિશાળી અલ નીનો બની રહ્યું છે. તે સમયે સમગ્ર વિશ્વમાં હીટવેવ, દુકાળ અને મહામારી ફેલાઈ હતી, જેનાથી વિશ્વની ૪ ટકા વસ્‍તી નાશ પામી હતી. હવે વૈજ્ઞાનિકોએ ૨૦૨૬-૨૭માં પણ આવી જ સ્‍થિતિ સર્જાઈ શકે એવી ચેતવણી આપી હતી.

વિશ્વભરના હવામાનશાષાીઓ એક ગંભીર ચેતવણી આપી રહ્યા છે. ૧૮૭૭ પછીનો સૌથી શક્‍તિશાળી અલ નીનો આકાર લઈ રહ્યો છે, અને તે ૨૦૨૬-૨૭માં તેની ટોચ પર પહોંચવાની ધારણા છે. એ નોંધવું જોઈએ કે લગભગ ૧૪૦ વર્ષ પહેલાં જ્‍યારે આવી જ અલ નીનો ઘટના બની હતી, ત્‍યારે સમગ્ર વિશ્વમાં ગંભીર દુષ્‍કાળ અને રોગચાળો ફેલાયો હતો, જેના કારણે પૃથ્‍વીની લગભગ ૪્રુ વસ્‍તી મૃત્‍યુ પામી હતી. અલ નીનો એક કુદરતી ઘટના છે જેમાં સમુદ્રના પાણી અતિશય ગરમ થઈ જાય છે, પરંતુ આ વખતે તે સુપર અથવા મેગા સ્‍તર સુધી પહોંચી રહ્યું છે.

હાલમાં પેસિફિક મહાસાગરમાં ૮,૦૦૦ કિલોમીટર લાંબી ગરમીનું મોજું ફેલાઈ રહ્યું છે, જેને વૈજ્ઞાનિકો ૅધ બ્‍લોબૅ કહી રહ્યા છે. આ મોજું અલ નીનોને વધુ મજબૂત બનાવી રહ્યું છે, જે વિશ્વભરમાં હવામાન પેટર્નને ભારે વિક્ષેપિત કરી શકે છે. નિષ્‍ણાતો કહે છે કે જો આ સુપર અલ નીનો ઘટના બને છે, તો ૨૦૨૭ સુધીમાં અગાઉના તમામ ગરમીના રેકોર્ડ તૂટી શકે છે. તે માત્ર દરિયાઈ જીવનને અસર કરશે જ નહીં, તે કૃષિ માટે એક મોટી કટોકટી તરીકે પણ ઉભરી રહ્યું છે.

આ વર્ષે ભૂકંપ, યુદ્ધ પછી અલ નીનોનું જોખમ ભારત સહિત દુનિયાભરના દેશો માટે એલાર્મ છે. હવામાન વૈજ્ઞાનિકો અનુસાર, આ લહેર અલ નીનોને વધુ મજબૂત બનાવી રહી છે. ગરમી અને ઉકળાટ વધવાથી પヘમિના દેશોમાં ગરમીનું મોજું તીવ્ર બની રહ્યું છે. આ પેટર્ન ૧૪૦ વર્ષમાં સૌથી વધુ શક્‍તિશાળી હોવાનો વૈજ્ઞાનિકો દાવો કરી રહ્યા છે.

હાલ પ્રશાંત મહાસાગરમાં ૮૦૪૬ કિમી સુધી ગરમીની લહેર ફેલાયેલી છે. જે માઈક્રોનેશિયાથી શરૂ થઈને કેલિફોર્નિયા સુધી પહોંચી ચુકી છે.  કેલિફોર્નિયા નજીક તેને ધ બ્‍લોબ કહેવાય છે. અહીંયા દરિયાઈ સપાટીનું તાપમાન રેકોર્ડ સ્‍તરે છે. ફબ્‍ખ્‍ખ્‍ના રિપોર્ટ મુજબ, આ લેવલ ખૂબ ખતરનાક છે. જે અલ નીનોને ખૂબ મજબૂત કરી રહી છે. તેનાથી સમુદ્રી જીવ જંતુઓ પર અસર પડી રહી છે. હવામાનની પેટર્ન સંપૂર્ણ બદલાઈ રહી છે. ગરમીની લહેર અલ નીનોને વધુ વેગ આપશે, જેનાથી સમગ્ર વર્ષ દરમિયાન હવામાન અનિヘતિ રહેશે.

૧૮૭૭-૭૮નું અલ નીનો ઈતિહાસનું સૌથી વિનાશકારી વર્ષ હતું, તેનાથી ગરમીની લહેરો, દુકાળ અને પાક નાશ પામવાથી લાખો લોકોનો જીવ ગયા હતા. ૨૦૨૬નું વર્ષ અલ નીનોથી પણ વધુ શક્‍તિશાળી હોવાનું વૈજ્ઞાનિકોનું અનુમાન છે.  એપ્રિલ ૨૦૨૬ના હવામાન મોડલ્‍સમાં વૈજ્ઞાનિક હાર્ટ પલ્‍પિટેશંસ અનુભવી રહ્યા છે. જોકે આ સુપર અલ નીનો બન્‍યું તો ૨૦૨૭માં વૈશ્વિક તાપમાન નવો રેકોર્ડ તોડી શકે છે. જળવાયુ પરિવર્તનની સાથે તે વધુ ખતરનાક બની રહ્યું છે.

અલ નીનોની અસર સમગ્ર વિશ્વ પર પડશે. ઑસ્‍ટ્રેલિયા, દક્ષિણ અને મધ્‍ય આફ્રિકા, ભારત તથા અમેઝોનના જંગલોમાં દુકાળ અને ભયંકર ગરમી પડશે. આગ લાગવાનો ખતરો રહેશે. દક્ષિણ અમેરિકામાં ભારે વરસાદ અને પૂર આવી શકે છે. ઉત્તર અમેરિકામાં ગરમી તાંડવ મચાવી શકે છે. એશિયા અને આફ્રિકાના અનેક દેશોમાં પાક પ્રભાવિત થશે.  દરિયાઈ ગરમીની લહેરથી વાવાઝોડું અને ભારે વરસાદની સંભાવના વધશે. હવામાનની પેટર્નમાં બદલાવ જોવા મળશે.

ભારત પર આ મેગા અલ નીનોની સૌથી વધારે અસર થશે. વૈજ્ઞાનિકો અનુસાર ૨૦૨૬માં ગરમીનું પ્રમાણ સામાન્‍યથી વધારે રહેશે. દિલ્‍હી, એનસીઆર, રાજસ્‍થાન અને ઉત્તર ભારતમાં આ વર્ષે એપ્રિલમાં જ ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર થઈ ગયો છે.

અલ નીનોના કારણે પ્રી મોન્‍સૂન ગરમી વધુ અકળાવશે. જૂન-સપ્‍ટેમ્‍બરમાં વરસાદની અછત સર્જાઈ શકે છે, જેના કારણે દુકાળનો ખતરો રહેશે. ઉત્તર-પヘમિ ભારતમાં પણ દુકાળ જેવી સ્‍થિતિ સર્જાઈ શકે છે. ખેતી પ્રભાવિત થશે, ઉત્‍પાન ઘટશે. ગરમીથી તાપમાન ચોક્કસ વધશે અને લોકોએ ભારે ગરમીનો સામનો કરવો પડશે. સરકાર અને લોકો બંને આ માટે તૈયાર રહેવું પડશે.

પાણીની બચત, દુકાળ મેનેજમેન્‍ટ અને પાક વીમા પર ભાર આપવો પડશે. ખેડૂતોને ઓછો વરસાદ સહન કરી શકે તેવા પાક વાવવાની સલાહ આપવામાં આવી છે. વૈજ્ઞાનિકો સતત મોનિટરિગ કરી રહ્યા છે. જો અલ નીનો સુપર લેવલનું બનશે તો ૨૦૨૭ સુધી તેની અસર રહી શકે છે.

અલ નીનો જળવાયુમાં થનારા પરિવર્તનનો એક હિસ્‍સો છે અને તે હવામાન પર ખૂબ ઊંડો પ્રભાવ પાડે છે. અલ નીનોને કારણે તાપમાનમાં વધારો થાય છે. ભારતના ચોમાસા પર અલ નીનોની અવળી અસર થાય છે. અલ નીનોની સીધી અસર ભારતના દક્ષિણ-પヘમિના ચોમાસા પર થાય છે, જેમાં દરિયાનું ગરમ પાણી પヘમિ પ્રશાંત મહાસાગરમાંથી હટીને પૂર્વ પેસિફિક મહાસાગરમાં જતું રહે છે. જેના કારણે ભારતમાં ચોમાસામાં થનારા વરસાદમાં ઘટ પડે છે. એટલે કે જૂનથી સપ્‍ટેમ્‍બર સુધીનો સરેરાશ વરસાદ સામાન્‍ય કરતા ઓછો રહેવાની શક્‍યતા હોય છે.

એક અહેવાલ પ્રમાણે અલ નીનોની સ્‍થિતિ હોય છે ત્‍યારે ભારતમાં દુકાળ પડવાની ૬૦ ટકા જેટલી સંભાવના રહે છે, જ્‍યારે ૩૦ ટકા ઓછો વરસાદ તથા ૧૦ ટકા સામાન્‍ય વરસાદની સંભાવના રહેલી છે.(૩૮.૧૫)

(9:33 AM IST)