<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

વારાણસીથી નવી દિલ્હી વચ્ચે પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનનો આવતીકાલે પ્રારંભ: યોગી આદિત્યનાથ અને અશ્વિની વૈષ્ણવ લીલીઝંડી આપશે

છ દિવસ દોડશે આધુનિક સુવિધાઓ ધરાવતી ટ્રેન :આધુનિક શયનવ્યવસ્થા તથા સુરક્ષા સુવિધાઓ સાથે શિવગંગા એક્સપ્રેસની સરખામણીએ મુસાફરીનો સમય પણ ઘટશે.

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશને પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. વારાણસી અને નવી દિલ્હી વચ્ચે ૩૧ ઓક્ટોબરથી નવી ટ્રેન સેવાનો પ્રારંભ થશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ વારાણસીથી ટ્રેનને લીલીઝંડી આપશે.
રેલવે મંત્રાલયની સત્તાવાર વિગતો મુજબ ટ્રેન રાત્રે ૮.૫૦ વાગ્યે વારાણસીથી ઉપડી બીજા દિવસે સવારે ૬.૧૦ વાગ્યે નવી દિલ્હી પહોંચશે. પરત મુસાફરીમાં રાત્રે ૯.૪૦ વાગ્યે દિલ્હીથી નીકળી સવારે ૭.૧૦ વાગ્યે વારાણસી પહોંચશે.
પ્રયાગરાજ, કાનપુર સેન્ટ્રલ, અલીગઢ અને ગાઝિયાબાદને જોડતી આ સેવા સપ્તાહમાં છ દિવસ ઉપલબ્ધ રહેશે. વારાણસીથી શુક્રવારે અને દિલ્હીથી શનિવારે ટ્રેન નહીં દોડે. આધુનિક શયનવ્યવસ્થા તથા સુરક્ષા સુવિધાઓ સાથે શિવગંગા એક્સપ્રેસની સરખામણીએ મુસાફરીનો સમય પણ ઘટશે.

 

(11:11 PM IST)