<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

વારાણસીમાં મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં સાડાપાંચ કિલોમીટરની સાઇકલ રેલી: પાંચસોથી વધુ સાઇકલસવારો જોડાયા

યુવાનોને નશામુક્તિ અને તંદુરસ્તીનો સંદેશ: એશિયાઈ રમતોત્સવના પદકવિજેતાઓ પણ કાર્યક્રમમાં જોડાયા

વારાણસી: કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયાએ રવિવારે વારાણસીમાં સાડાપાંચ કિલોમીટરની સાઇકલ રેલીનું નેતૃત્વ કર્યું હતું. ‘ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાઇકલ’ના ૯૪મા આયોજનમાં પાંચસોથી વધુ સાઇકલસવારો અને કુલ એક હજારથી વધુ સહભાગીઓ જોડાયા હતા.

 

‘વિકસિત ભારત માટે નશામુક્ત યુવા’ના સંદેશ સાથે યોજાયેલા કાર્યક્રમમાં શારીરિક તંદુરસ્તી, માનસિક સ્વાસ્થ્ય અને નશાથી દૂર રહેવા પર ભાર મૂકાયો હતો. નમો ઘાટ ખાતે સવારે ધ્યાનસત્રથી કાર્યક્રમ શરૂ થયો હતો. એશિયાઈ રમતોત્સવના પદકવિજેતાઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા. 

(9:08 PM IST)