તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
ઝારખંડના દસ જિલ્લામાં અચાનક પૂરનો ખતરો: ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે સવાર સુધીની વિશેષ ચેતવણી જાહેર કરી
ડુમરિયામાં ૯ ઇંચ વરસાદથી જળબંબાકાર: ચાર જિલ્લામાં અતિ ભારે વરસાદ માટે લાલ ચેતવણી, અનેક વિસ્તારો સાવચેત: તા. ૫ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલની શક્યતા: ગઢવા, પલામુ, સિમડેગા અને પશ્ચિમ સિંહભૂમ સૌથી વધુ જોખમમાં

રાંચી: ભારે વરસાદથી ઝારખંડના મોટા ભાગના વિસ્તારો પાણીથી તરબોળ બનતાં હવામાન વિભાગે દસ જિલ્લાઓ માટે અચાનક પૂર આવવાની ચેતવણી જાહેર કરી છે. ગઢવા, પલામુ, લાતેહાર, લોહરદગા, ગુમલા, ખૂંટી, સરાઈકેલા-ખરસાવાં, પશ્ચિમ સિંહભૂમ, પૂર્વ સિંહભૂમ અને સિમડેગા જિલ્લામાં બુધવાર સવાર સુધી નીચાણવાળા વિસ્તારો, નાળા અને નાની નદીઓમાં અચાનક પાણી વધવાની શક્યતા દર્શાવાઈ છે.
સોમવારથી મંગળવાર સુધી પૂર્વ સિંહભૂમના ડુમરિયામાં સૌથી વધુ ૨૧૭ મીમી વરસાદ નોંધાયો હતો. ગિરિડીહના ડુમરીમાં ૧૬૨.૨ મીમી અને લાતેહારના મહુઆડાંરમાં ૧૪૬.૨ મીમી વરસાદ નોંધાયો. ગઢવા, પલામુ, સિમડેગા અને પશ્ચિમ સિંહભૂમ માટે અતિ ભારે વરસાદની લાલ ચેતવણી આપવામાં આવી હતી.
હવામાન અધિકારીઓ મુજબ અનેક જિલ્લાઓમાં ભારે થી અતિ ભારે વરસાદ સાથે કલાકે ૩૦થી ૪૦ કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાજ્યમાં તા. ૫ સપ્ટેમ્બર સુધી વાદળછાયું અને વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા છે
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
