તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
અરૂણાચલ પ્રદેશમાં અનરાધાર વરસાદ અને ફ્લેશ ફ્લડના કારણે વ્યાપક નુકસાન :ત્રણ લોકો લાપતા : રાહત-બચાવ કંગગીરી તેજ
પેન્યોર જિલ્લાના પોસા અને યાઝલી વિસ્તારોમાં પૂરનાં પાણીનો જોરદાર પ્રવાહ: આશરે 15 જેટલા ઘરોને પણ નુકસાન પહોંચ્યું

અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ફ્લેશ ફ્લડના કારણે વ્યાપક નુકસાન થયું છે. પેન્યોર જિલ્લાના પોસા અને યાઝલી વિસ્તારોમાં પૂરનાં પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો હતો, જેના કારણે એક મહત્વપૂર્ણ પૂલ ધોવાઈ ગયો છે. પૂલની આસપાસ આવેલા આશરે 15 જેટલા ઘરોને પણ નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. આ આપત્તિ દરમિયાન ત્રણ લોકો લાપતા થયાના અહેવાલ મળ્યા છે. સ્થાનિક પ્રશાસન, SDRF અને બચાવ ટીમો દ્વારા લાપતા લોકોની શોધખોળ માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી પણ તેજ કરવામાં આવી છે.
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
