તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
ઇઝરાયલથી ઑસ્ટ્રિયા જઈ રહેલા વિમાનમાં બોમ્બ હોવાની ધમકીથી ખળભળાટ : ૫૭ લોકો સાથેના વિમાનનું બલ્ગેરિયામાં ઇમરજન્સી ઉતરાણ
બલ્ગેરિયાની હવાઈસેનાનું લડાકુ વિમાન સુરક્ષા માટે દોડાવાયું : તમામ મુસાફરો અને વિમાન કર્મચારીઓ સુરક્ષિત, બોમ્બ હોવાની પુષ્ટિ નહીં

સોફિયા, તા. ૧૯ : ઇઝરાયલના તેલ અવીવથી ઑસ્ટ્રિયાના વિયેના જઈ રહેલા પ્રવાસી વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળતાં રવિવારે રાત્રે ભારે ખળભળાટ મચ્યો હતો. વિમાનમાં ૫૧ મુસાફરો અને છ કર્મચારીઓ સહિત કુલ ૫૭ લોકો સવાર હતા. ધમકી મળ્યા બાદ વિમાનનો માર્ગ બદલીને બલ્ગેરિયાની રાજધાની સોફિયામાં કટોકટી ઉતરાણ કરાવવામાં આવ્યું હતું. બલ્ગેરિયાની હવાઈસેનાનું લડાકુ વિમાન પણ સુરક્ષા માટે મોકલવામાં આવ્યું હતું. તમામ ૫૭ લોકો સુરક્ષિત છે.
પશ્ચિમ એશિયામાં યુદ્ધ અને આતંકવાદી હુમલાની આશંકાઓ વચ્ચે ઇઝરાયલથી યુરોપ જઈ રહેલા એક પ્રવાસી વિમાનને બોમ્બની ધમકી મળતાં તાત્કાલિક સુરક્ષા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બલ્ગેરિયાના પરિવહન મંત્રાલયના જણાવ્યા પ્રમાણે હવાઈસેનાનું લડાકુ વિમાન રવાના કરવામાં આવ્યું હતું, જેણે પ્રવાસી વિમાનને સુરક્ષા આપતાં સોફિયા સુધી પહોંચાડ્યું હતું.
વિમાન સુરક્ષિત રીતે ઊતર્યા બાદ તમામ ૫૧ મુસાફરો અને છ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. વિમાનની તપાસ માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
