તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
ફિ્લપકાર્ટમાં ફૂડ અને ન્યુટ્રિશન કેટેગરીમાં ૫૦ ટકા વૃદ્ધિ નોંધાઇ
ફિ્લપકાર્ટ ફૂડ ફેસ્ટમાં સેલિબ્રિટીઓ ઉપસ્થિત

રાજકોટ તા. ૧૦ : ભારતના સ્વદેશી ઇ-કોમર્સ માર્કેટપ્લેસ ફિ્લપકાર્ટે આજે જાહેરાત કરી હતી કે તેની ફૂડ અને ન્યુટ્રિશન કેટેગરીમાં વાર્ષિક ધોરણે ૫૦ ટકા વળદ્ધિ નોંધાઈ છે. આ વળદ્ધિમાં જેનઝીના ગ્રાહકો તેમજ ધુલિયા, ઇમ્ફાલ, ધારવાડ, ઉજ્જૈન, હુબલી, મીરગંજ અને લાહરપુર સહિતના ટિયર-૨ અને તેનાથી આગળના શહેરોના ગ્રાહકોનો સૌથી મોટો ફાળો રહ્યો છે. ક્વિક કોમર્સ પણ આ વળદ્ધિમાં મહત્વપૂર્ણ સાબિત થયું છે, જેમાં ફિ્લપકાર્ટ મિનિટ્સનો કુલ માંગમાં ૨૫ ટકા ફાળો રહ્યો છે.
યુવા ગ્રાહકો હવે વિવિધ રેસીપી, કન્ટેન્ટ ક્રિએટર્સની ભલામણો અને વેલનેસ ટ્રેન્ડ્સથી પ્રેરાઈને નવી ફૂડ પ્રોડક્ટ્સ શોધી રહ્યા છે. બીજી તરફ, મહાનગરો બહારના ગ્રાહકો પણ વધુ રસોઈ માટેની જરૂરી સ્વાસ્થ્ય પ્રદવસ્તુઓ અને આધુનિક ન્યૂટ્રિશન પ્રોડક્ટ્સને ઝડપથી અપનાવી રહ્યા છે. ફિ્લપકાર્ટ ફૂડ ફેસ્ટ ૨૦૨૬ની ત્રીજી એડિશનમાં પણ આ વળદ્ધિ જોવા મળી હતી, જેમાં ૫૦થી વધુ અગ્રણી બ્રાન્ડ્સ તેમજ ૧,૦૦૦થી વધુ કન્ટેન્ટ ક્રિએટર્સ અને ફરાહ ખાન, શેફ કુણાલ કપૂર અને શેફ રણવીર બ્રાર સહિતના સેલિબ્રિટી શેફ ઉપસ્થિત રહ્યા હતા. ફિ્લપકાર્ટના કન્ઝ્યુમેબલ્સ (એફએમસીજી અને જનરલ મર્ચેન્ડાઇઝ)ના વાઇસ પ્રેસિડેન્ટ નિશાંત દલાલે જણાવ્યું હતું કે, ભારતમાં હવે ખોરાક માત્ર રોજિંદી જરૂરિયાત પૂરતો મર્યાદિત રહ્યો નથી. તે હવે સ્વાસ્થ્ય, વ્યક્તિગત ઓળખ અને નવી વસ્તુઓ શોધવાની પસંદગીની અભિવ્યક્તિ બની રહ્યો છે. ફિ્લપકાર્ટમાં અમે એવી ઇકોસિસ્ટમ ઊભી કરી રહ્યા છીએ, જ્યાં દરેક સાઇઝની બ્રાન્ડ્સ વિકાસ કરી શકે, ક્રિએટર્સ નવી -ોડક્ટ્સ શોધવાની પ્રેરણા આપી શકે અને ગ્રાહકો પોતાની બદલાતી જીવનશૈલીને અનુરૂપ પ્રોડક્ટ્સ વિશ્વાસપૂર્વક પસંદ કરી શકે.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
