હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આસામમાં પૂરથી ભારે તબાહી ! ૭ જિલ્લામાં ઘરો ડૂબી ગયાઃ મૃત્યુઆંક ૭૫
ચરાઈદેવ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે બચાવ ટીમો પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવા માટે અથાક મહેનત કરી રહી છે

છેલ્લા ૨૪ કલાકમાં આસામમાં પૂરમાં વધુ સાત લોકોના મોત થયા છે. આસામમાં હજુ પણ ૩.૩૨ લાખ લોકો પૂરથી પ્રભાવિત છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આસામમાં ચોમાસાના પૂરમાં અત્યાર સુધીમાં ૭૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમણે કહ્યું કે આસામ સરકારે મૃતકોના પરિવારોને આપવામાં આવતી સહાય રકમ ?૯ લાખ કરી છે અને વળતર મેળવવાના નિયમોમાં પણ છૂટછાટ આપી છે.
આસામના અધિકારીઓએ જણાવ્યું હતું કે શિવસાગર, ગોલાઘાટ, જોરહાટ, ચરાઈદેવ, નાગાંવ, સોનિતપુર અને કામરૂપ મેટ્રોપોલિટન સહિત સાત જિલ્લાઓ હજુ પણ પૂરની ઝપેટમાં છે. ૨૧ મહેસૂલ વિભાગો અને ૬૨૨ ગામો પ્રભાવિત થયા છે. પૂરથી પ્રભાવિત લોકોની સંખ્યા ૩.૩૨ લાખ સુધી પહોંચી ગઈ છે.
ચરાઈદેવ જિલ્લો પૂરથી સૌથી વધુ પ્રભાવિત છે. આસામનો ચરાઈદેવ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત છે, જેમાં ૧.૪૨ લાખ લોકો પ્રભાવિત થયા છે. ત્યારબાદ શિવસાગરમાં ૯૭,૦૭૪ લોકો અને જોરહાટમાં ૫૭,૩૭૧ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગયા મંગળવારે શિવસાગર જિલ્લાના નઝીરા મહેસૂલ વિભાગમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ સાથે આ વર્ષે આસામમાં પૂરને કારણે મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા ૭૫ થઈ ગઈ છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આસામના અસરગ્રસ્ત જિલ્લાઓમાં ૮૧ રાહત શિબિરો કાર્યરત છે, જ્યાં ૩૨,૪૭૭ વિસ્થાપિત લોકો પહોંચ્યા છે. આ ઉપરાંત, ૩૪ રાહત સામગ્રી વિતરણ કેન્દ્રો પણ કાર્યરત છે. સેના, ભારતીય વાયુસેના, ફઝય્જ્, લ્ઝય્જ્, ફાયર વિભાગ, કટોકટી સેવાઓ અને સ્વયંસેવકો સહિત અનેક એજન્સીઓ સતત બચાવ કામગીરીમાં રોકાયેલા છે.
આસામના પૂરગ્રસ્ત જિલ્લાઓમાં ૪૫,૩૪૧ હેક્ટર જમીન પરનો પાક ડૂબી ગયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂરગ્રસ્ત શિવસાગર જિલ્લામાં ૩૦ જુલાઈ રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી અથવા આગામી સૂચના સુધી મોબાઇલ ફોન કનેક્ટિવિટી જાળવવા માટે ઇન્ટ્રા-સર્કલ રોમિગ સુવિધા લંબાવવામાં આવી છે.
પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલુ છે. આ દરમિયાન, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે આ મુશ્કેલ સમયમાંથી બહાર નીકળવા માટે અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આસામના વરસાદ અને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી ભયાનક તસવીરો સામે આવી છે, જેમાં લોકો તેમના ખભા પર સાયકલ અને પાણીમાં ડૂબેલી કાર લઈ જતા દેખાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
