તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st November 2026
કાશ્મીરમાં ફૂલોના બગીચાઓએ પ્રવાસનને નવી ઓળખ આપી : હવે બારેમાસ પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયાસ
ટ્યૂલિપ, બદામબાડી અને ગુલ દાઉદી ગાર્ડન બન્યા નવા આકર્ષણ : દાલ સરોવર અને બરફવર્ષાનો જાદુ યથાવત્

જમ્મુ : કાશ્મીરનું પ્રવાસન હવે માત્ર દાલ સરોવર, બરફાચ્છાદિત પહાડો અને હિમવર્ષા પૂરતું મર્યાદિત રહ્યું નથી. કેસરના ખેતરો, બદામબાડી, ટ્યૂલિપ ગાર્ડન અને હવે ગુલ દાઉદી ગાર્ડન પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. આ નવા આકર્ષણોથી પ્રવાસનની મોસમ લંબાવવાના પ્રયાસોને સફળતા મળી રહી છે.
શ્રીનગરના નેહરુ મેમોરિયલ બોટનિકલ ગાર્ડનમાં ૨૩ ઓક્ટોબરે ખુલ્લા મુકાયેલા ૧૦૦ કનાલ વિસ્તારમાં ફેલાયેલા ગુલ દાઉદી ગાર્ડનમાં ૩.૫ લાખ છોડ રોપવામાં આવ્યા છે. અહીં ૭૦થી વધુ જાતિનાં આશરે ૧.૨ કરોડ ફૂલો ખીલવાની આશા છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી આ બગીચો આકર્ષણનું કેન્દ્ર રહેશે.
વર્ષ ૨૦૨૬માં ટ્યૂલિપ ગાર્ડનની ૩.૮૨ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. બદામબાડીમાં પણ પ્રવાસીઓની સંખ્યા ગત વર્ષના ૧૮ હજારથી વધીને ૪૩ હજાર થઈ છે.
જોકે દાલ સરોવર અને ગુલમર્ગ, પહેલગામ તથા સોનમર્ગની બરફવર્ષાનું આકર્ષણ યથાવત્ છે. હવે કાશ્મીરમાં ચારેય ઋતુઓમાં પ્રવાસીઓને આકર્ષવાની નવી તકો ઊભી થઈ રહી છે.
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
