તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
ઉડતા ફાઇટ જેટઃ વોરશીપઃ ટ્રમ્ની એઆઇ તસ્વીરથી ઇરાનને પરોક્ષ ચેતવણી
તસ્વીરમાં તમારી પાસે વિકલ્પ નથી તેવો સંદેશ લખ્યોઃ ચર્ચા જાગી કે હવે શું ?

નવી દિલ્હી : અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે કારણ બન્યું છે તેમનું એક નવું AI-generated image post, જેને ઘણા રાજકીય વિશ્લેષકો ઈરાન માટેની પરોક્ષ ચેતવણી તરીકે જોઈ રહ્યા છે.
ટ્રમ્પે પોતાના સોશ્યલ મીડીયા પર એક AI દ્વારા બનાવેલી તસવીર શેર કરી છે. આ તસવીરમાં તેઓ અમેરિકન સૈનિકોના યુનિફોર્મમાં જોવા મળે છે અને આગળની તરફ આંગળી ચીંધતા દેખાય છે. તેમના માથા ઉપર ફાઇટર જેટઉડતા નજરે પડે છે, જ્યારે પાછળ સમુદ્રમાં વોરશીપ આગળ વધતી દેખાય છે.
તસવીર પર લખાયેલું સંદેશ – "You Are Running Out of Options" ઘણા લોકો માટે ઈરાન તરફનો સીધો ઈશારો માનવામાં આવી રહ્યો છે.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
