<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

રાજસ્‍થાનના ૩૧ જિલ્‍લાઓમાં ઘાસચારો અને પાણીની કટોકટી રાજ્‍ય સરકારે પંજાબ અને હરિયાણા પાસેથી મદદ માંગી

રાજસ્‍થાનમાં ચોમાસા દરમિયાન સામાન્‍ય કરતા ઓછો વરસાદ પડવાને કારણે, પ્રાણીઓ માટે ઘાસચારો અને પાણીની અછત સર્જાઈ છે

જયપુર,તા.૧૦: રાજસ્‍થાનના ૩૧ જિલ્‍લાઓ ઘાસચારો અને પાણીની કટોકટીનો સામનો કરી રહ્યા, રાજ્‍ય સરકારે પંજાબ અને હરિયાણા પાસેથી મદદ માંગી. રાજસ્‍થાનમાં ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્‍ય કરતા ઓછા વરસાદને કારણે, પશુધન માટે ઘાસચારો અને પાણીની કટોકટી વધુ ઘેરી બની છે. રાજ્‍યના ૪૧ જિલ્‍લાઓમાંથી ૩૧ જિલ્‍લામાં પરિસ્‍થિતિ ચિતાજનક છે. પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને, રાજ્‍ય સરકારે પંજાબ, હરિયાણા અને મધ્‍યપ્રદેશ પાસેથી ઘાસચારો પૂરો પાડવા માટે મદદ માંગી છે.

રાજસ્‍થાનમાં ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્‍ય કરતા ઓછા વરસાદને કારણે, પશુધન માટે ઘાસચારો અને પાણીની કટોકટી વધુ ઘેરી બની છે. રાજ્‍યના ૪૧ જિલ્‍લાઓમાંથી ૩૧ જિલ્‍લામાં પરિસ્‍થિતિ ચિંતાજનક છે. પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને, રાજ્‍ય સરકારે પંજાબ, હરિયાણા અને મધ્‍યપ્રદેશ પાસેથી ઘાસચારો પૂરો પાડવા માટે મદદ માંગી છે.

રાજ્‍ય સરકારે પંજાબ, હરિયાણા અને મધ્‍યપ્રદેશની સરકારોને અપીલ કરી છે કે તેઓ પરાળીને બાળવાને બદલે ચારા તરીકે ઉપલબ્‍ધ કરાવે. મુખ્‍યમંત્રી ભજનલાલ શર્માએ અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં સબસિડીવાળા ચારા ડેપો અને પશુ કેમ્‍પ ખોલવાનો નિર્દેશ આપ્‍યો છે. ૩૧ ડિસેમ્‍બર સુધી ટેન્‍કર દ્વારા અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં પાણી પહોંચાડવામાં આવશે.

સરકારે જેસલમેર, બાડમેર, બાલોત્રા, દૌસા અને જોધપુર સહિત નવ જિલ્‍લાઓને ગંભીર શ્રેણીમાં મૂક્‍યા છે, જ્‍યારે જયપુર, બિકાનેર, ચુરુ, હનુમાનગઢ અને જાલોર સહિત ૨૨ જિલ્‍લાઓને અર્ધ-ગંભીર શ્રેણીમાં મૂકવામાં આવ્‍યા છે.

મુખ્‍યમંત્રીએ પ્રભારી મંત્રીઓ અને સચિવોને પોતપોતાના જિલ્‍લાઓની મુલાકાત લેવા અને ઘાસચારો અને પાણીની વ્‍યવસ્‍થા સુનિヘતિ કરવા સૂચના આપી છે.

રાજસ્‍થાનમાં આ વર્ષે અત્‍યાર સુધીમાં લગભગ ૩૫૧ મીમી વરસાદ પડ્‍યો છે, જે સામાન્‍ય સરેરાશ ૪૨૪.૭૧ મીમી છે. ગયા વર્ષે ૭૧૫.૨ મીમી વરસાદ પડ્‍યો હતો અને ૨૦૨૪માં ૬૭૮.૪ મીમી વરસાદ પડ્‍યો હતો. ઓછા વરસાદને કારણે ઘાસચારો અને પાણીની ઉપલબ્‍ધતા પર અસર પડી છે, ખાસ કરીને પશુધન માટે. સરકારે પરિસ્‍થિતિને પહોંચી વળવા માટે રાહત પગલાં વધુ તીવ્ર બનાવ્‍યા છે.

(10:19 AM IST)