તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
1 જૂનથી રેલવે સ્ટેશન પર મળતું ખાવાનું મોંઘું થશે: IRCTCએ વધાર્યા ભાવ, ચા-કોફીથી લઈને થાળી સુધીના દરમાં 10 થી 20 ટકાનો વધારો
રાજધાની, શતાબ્દી અને વંદે ભારતના કેટરિંગ ચાર્જમાં પણ ફેરફાર: વેજ થાળી 80ની જગ્યાએ 90 રૂપિયા અને સ્ટાન્ડર્ડ ચા 10ની જગ્યાએ 15 રૂપિયામાં મળશે

નવી દિલ્હી તા.૨૭ : ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરોના ખિસ્સા પર હવે વધુ બોજ પડશે. IRCTCએ 1 જૂન 2026થી રેલવે સ્ટેશનના સ્ટોલ અને ટ્રેનમાં મળતા ખાવા-પીવાના દરોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. નવા દર મુજબ ચા, કોફી, નાસ્તો અને ભોજનની થાળી 10 થી 20 ટકા સુધી મોંઘી થઈ જશે.
IRCTC દ્વારા જાહેર કરવામાં આવેલી નવી પ્રાઇસ લિસ્ટ મુજબ પ્લેટફોર્મ પર મળતી સ્ટાન્ડર્ડ ચાનો ભાવ 10 રૂપિયાથી વધારીને 15 રૂપિયા કરવામાં આવ્યો છે. કોફી 15 રૂપિયાથી વધીને 20 રૂપિયા થઈ છે. વેજ બ્રેકફાસ્ટ 40 રૂપિયાથી વધીને 50 રૂપિયા અને નોન-વેજ બ્રેકફાસ્ટ 50 રૂપિયાથી વધીને 60 રૂપિયા થશે.
સૌથી વધુ અસર ભોજનની થાળી પર પડી છે. વેજ સ્ટાન્ડર્ડ થાળી જે અત્યાર સુધી 80 રૂપિયામાં મળતી હતી તે હવે 90 રૂપિયામાં મળશે. નોન-વેજ થાળીનો ભાવ 90 રૂપિયાથી વધીને 110 રૂપિયા થઈ ગયો છે. પેક્ડ પાણીની બોટલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
રાજધાની, શતાબ્દી, દુરંતો અને વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેનોમાં પણ કેટરિંગ ચાર્જ વધારવામાં આવ્યા છે. રાજધાનીમાં સવારના નાસ્તા માટે 155ની જગ્યાએ 175 રૂપિયા અને લંચ/ડિનર માટે 235ની જગ્યાએ 260 રૂપિયા ચૂકવવા પડશે. શતાબ્દીમાં ચાનો ચાર્જ 35થી વધીને 40 રૂપિયા થયો છે.
IRCTCના અધિકારીઓના જણાવ્યા મુજબ કાચા માલ, ગેસ, લેબર કોસ્ટ અને પરિવહન ખર્ચમાં વધારો થવાના કારણે ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લે વર્ષ 2023માં ભાવ વધારો કરવામાં આવ્યો હતો. નવા દરો સમગ્ર દેશના A1, A અને B કેટેગરીના રેલવે સ્ટેશનો પર લાગુ પડશે.
નવુ પ્રાઇસ લિસ્ટ
વસ્તુ જૂનો ભાવ નવો ભાવ
સ્ટાન્ડર્ડ ચા ₹10 ₹15
કોફી ₹15 ₹20
વેજ બ્રેકફાસ્ટ ₹40 ₹50
નોન-વેજ બ્રેકફાસ્ટ ₹50 ₹60
વેજ સ્ટાન્ડર્ડ થાળી ₹80 ₹90
નોન-વેજ થાળી ₹90 ₹110
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
