તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
યુદ્ધને લીધે વિદેશ પ્રવાસ ઘટયાઃ દેશના પ્રવાસન સ્થળોને ફાયદો
થોડા મોંઘા દેશો યુરોપ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોની ઇન્ક્વાયરી વધી, થાઇલેન્ડ, વિયેતનામ, મલેશિયા, સિંગાપોર સદાબહાર : ઉનાળુ વેકેશનમાં અમેરિકા, દુબઈ, તુર્કી, અજરબેજાનની ઇન્કવાયરી લગભગ બંધ થઇ

નવી દિલ્હી,તા.૬: અમેરિકા, ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેચાલી રહેલું યુદ્ધ લંબાઈરહ્યું છે. આ અનિヘતિતાઓને લઈને ઉનાળુ વેકેશન પડે કે તરત જ અમેરિકા ફરવા ચાલ્યા જતા ગુજરાતીઓની પસંદ બદલાઈ હોય તેમ લાગી રહ્યું છે. યુદ્ધને લીધે ડર અને ગમે ત્યારે ફલાઈટ રદ થવાની ફરિયાદોને કારણે લોકો અમેરિકા ફરવા જતા નથી. બીજી તરફ દુબઈ, તુર્કી અને અઝરબૈજાનની ઇન્કવાયરી પણ રદ થઈ ગઈ છે (દુબઈ એરપોર્ટ પણ બંધ છે). યુદ્ધની પરિસ્થિતિમાં વિદેશ ફરવાના શોખીનો હવે યુરોપ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા તથા મૌરિશિયસની વિઝિટ લઈ રહ્યા છે. જ્યારે બજેટમાં વિદેશની ટૂર માટે હજુ પણ થાઈલેન્ડ, સિગાપોર, મલેશિયા અને વિયેતનામ સદાબહાર છે. બીજી તરફ પ્રકૃતિપ્રેમી ભારતીયો ભૂટાન અને નેપાળ ફરવા જઈ રહ્યા છે. યુદ્ધને લઈને ઘણા દેશોના એરપોર્ટ બંધ છે. પણા દેશોની એરસ્પેસ ચોક્કસ દેશો માટે બંધ કરવામાં આવી છે. આ બધી પરિસ્થિતિને કારણે લોકોએ વિદેશને બદલે ભારતમાં જ ફરવાના પ્લાનિગ કરતાં ભારતના પ્રવાસન સ્થળોને ઘણો ફાયદો થયો છે. તેમ નવગુજરાત સમયનો અહેવાલ જણાવે છે.
યુદ્ધ લંબાઈ રહ્યું છે. જ્યારે વેકેશનમાં જે લોકોએ પરિવાર કે ગ્રૂપમાં વિદેશ ફરવા જવાનો પ્લાન ઘડ્યો હોય તે અસમંજસમાં છે. ટૂર સંચાલક પંકિલ કાંટાવાલાના જણાવ્યા મુજબ યુદ્ધને લઈને ભારે અનિヘતિતાઓ વધતાં અમેરિકા જવામાં લોકોને જોખમ લાગે છે. જ્યારે દુભઈ, તુર્કી અને અઝરબૈજાન માટે પણ કોઈ ઈવાપરી કરતું નથી.
ચોક્કસ દેશમાં જવાનું લોકોને જોખમી લાગતાં હાલ યુરોપનો ક્રેઝ વધ્યો છે. પલક પટેલના જણાવ્યા મુજબ ગુજરાતીઓ ઉનાળું વેકેશનમાં થોડા મોંઘા ગણાતા ડેસ્ટિનેશન યુરોપ કરવા જઈ રહ્યા છે. સ્વિટ્ઝર્લેન્ડ ઉપરાંત ઇયુના ઈટાલી, ફ્રાન્સ, જર્મની જેવા દેશોમાં ફરવા જઈ રહ્યા છે. આ ઉપરાંત ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા માટેની પણ ઈન્કવાયરી સતત વધી રહી છે. આ તમામ બાબતો વચ્ચે વિદેશ ફરવા જવા ઇચ્છતા ભારતીયોની પહેલી દુનિયાભરમાં ઘણી જગ્યાએ યુદ્ધની પરિસ્થિતિને લઈને સતત ફયુઅલના ભાવ વધી રહ્યા છે. જેને કારણે હવાઈ મુસાફરીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ તમામ બાબતોને કારણે ઘણા લોકોએ આ વેકેશન ભારતના જુદા જુદા ડેસ્ટિનેશન પર વિતાવવાનું નક્કી કર્યું હોવાથી દેશના પ્રવાસન સ્થળો હવે પ્રવાસીઓથી ઉભરાઈ ગયા છે.
પસંદ થાઈલેન્ડ જ છે. ટૂર સંચાલક ધ્રુમિન પટેલના જણાવ્યા મુજબ હજુ પણ લોકો ઉનાળામાં સ્વચ્છ અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર સુંદર બીચના દેશ થાઈલેન્ડ ફરવા જવાનું પસંદ કરે છે. બજેટમાં વિદેશની ટૂર માટે થાઈલેન્ડ, મલેશિયા, સિગાપોર (અન્ય દેશો કરતાં મોથું), વિયેતનામ જવાનું પસંદ કરી રહ્યા છે.
ટૂર ઓપરેટર રમેશ રાઠોડ તથા રવિ અને દીપક જયસ્વાલના મતે કાશ્મીર પેક જઈ રહ્યું છે. તાજેતરમાં જ શરૂ થયેલી ચારધામ યાત્રા માટે ખાસ્સો પસારો છે. નૈનિતાલ તથા આજુબાજુના વિસ્તારો, શિમલા, કુલ્લુ-મનાલી અને ઉત્તરાખંડમાં દેશભરના પ્રવાસીઓ ઉતરી પડયા છે. ગોવા ભારતીયો માટેનું સદાબહાર ડેસ્ટિનેશન બની રહ્યું છે. લોકો નોર્થ-ઈસ્ટના રાજ્યોમાં ફરવા જઈ રહ્યા છે
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
