હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પરમાણુ બોમ્બ ભૂલી જાઓ! ઈરાને પ્રયોગશાળામાં બનાવ્યું જીવંત 'માનવ મગજ' : સુપર કોમ્પ્યુટર કરતાં લાખો ગણું શક્તિશાળી
AIના યુગમાં ઈરાની વૈજ્ઞાનિકોનો બાયોલોજિકલ ઇન્ટેલિજન્સ નો સનસનાટીભર્યો આવિષ્કાર : જીવંત માનવ કોષોના નેટવર્કથી તૈયાર કરેલું આ ઓર્ગેનોઇડ મગજ અમેરિકા અને પશ્ચિમી દેશોની સૈન્ય તેમજ ટેકનોલોજીકલ ઊંઘ હરામ કરવા સક્ષમ

તેહરાન: વિશ્વ જ્યારે હજુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના ફાયદા અને નુકસાનને સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે ઇસ્લામિક સ્ટેટ ઈરાને વૈજ્ઞાનિક જગતમાં એક એવો મહાવિસ્ફોટ કર્યો છે જે પરમાણુ હથિયારો કરતાં પણ વધુ ઘાતક સાબિત થઈ શકે છે. ઈરાની વૈજ્ઞાનિકોએ તમામ વૈશ્વિક પ્રતિબંધોને ફગાવીને પ્રયોગશાળામાં જીવંત માનવ કોષો (Live Human Neurons) નો ઉપયોગ કરીને એક લઘુચિત્ર 'કૃત્રિમ જૈવિક મગજ' વિકસાવ્યું છે. વૈજ્ઞાનિક પરિભાષામાં આ ટેકનોલોજીને 'ઓર્ગેનોઇડ ઇન્ટેલિજન્સ' અથવા 'બાયોલોજિકલ ઇન્ટેલિજન્સ' (BI) કહેવામાં આવે છે. મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને યુદ્ધના વાદળો વચ્ચે આ વિજ્ઞાને સુપર પાવર અમેરિકાની સૈન્ય એજન્સીઓ અને ગુપ્તચર તંત્રોને ચોંકાવી દીધા છે.
ઈરાનની બ્રેઈન રિસર્ચ એન્ડ ટેકનોલોજી ટીમના વડા અતાઉલ્લાહ પોર-અબ્બાસીએ આ ક્રાંતિકારી અને ભયાનક શોધનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, તેમના દેશના વૈજ્ઞાનિકોએ શરીરની બહાર માનવ ચેતાકોષોને માત્ર જીવંત રાખવામાં જ નહીં, પરંતુ તેમનો કૃત્રિમ ઉછેર કરીને એક જટિલ જૈવિક નેટવર્ક બનાવવામાં સફળતા મેળવી છે. આ કોઈ સામાન્ય કોમ્પ્યુટર સોફ્ટવેર કે કોડિંગ નથી, પરંતુ એક જીવંત પ્રણાલી છે જે કોઈ પણ માનવીય કમાન્ડ વિના, એક નાના બાળકની જેમ પોતાના અનુભવો અને આસપાસના પર્યાવરણમાંથી આપમેળે નિર્ણયો લેતા શીખી રહી છે. આ 'જીવંત મગજ' ડેટા પ્રોસેસિંગની બાબતમાં આજના સૌથી શક્તિશાળી સિલિકોન ચિપ આધારિત સુપર કોમ્પ્યુટર્સ કરતાં લાખો ગણી વધુ ઝડપે સમાંતર પ્રક્રિયા કરવા સક્ષમ છે.
આ સંશોધનનો સૌથી મોટો અને આશ્ચર્યજનક પાસું તેનો પાવર વપરાશ છે. આજના વિશાળ ડેટા સેન્ટર્સ અને AI મોડલ્સને ચલાવવા માટે અબજો યુનિટ વીજળી અને પાણીની જરૂર પડે છે, જ્યારે ઈરાનનું આ જૈવિક મગજ માનવ શરીરની જેમ માત્ર થોડીક કેલરી અને ગ્લુકોઝના સહારે આખા વિશ્વને હચમચાવી નાખે તેવા જટિલ કાર્યો સેકન્ડોમાં કરી શકે છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, જો આ જીવંત બાયો-પ્રોસેસરનો ઉપયોગ આધુનિક ડ્રોન, મિસાઈલ સિસ્ટમ કે સાયબર હથિયારોમાં કરવામાં આવે, તો તે દુશ્મનની કલ્પના બહારની તબાહી મચાવી શકે છે. ઈરાન આ ટેકનોલોજી સાથે ગ્લોબલ ઓર્ગેનોઇડ રેસમાં સીધું ટોચ પર પહોંચી ગયું છે, જે આગામી સમયમાં વૈશ્વિક સત્તાનું સંતુલન સંપૂર્ણપણે બદલી નાખશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
