<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

દેશમાંથી નૈઋત્‍યના ચોમાસાની વિધિવત વિદાયઃ સામાન્‍ય કરતાં ૧૨.૬% ઓછો વરસાદ

દક્ષિણ ભારતના કેટલાંક વિસ્‍તારોમાં વરસાદની અસર હજુ ચાલુઃ અલ નીનોની અસરને કારણે વરસાદની ઘટ

નવી દિલ્‍હી તા.૧૬: ભારતીય હવામાન વિભાગ (IMD)એ ગુરુવારે જાહેરાત કરી હતી કે દક્ષિણ-પヘમિ ચોમાસાએ સમગ્ર દેશમાંથી વિદાય લઈ લીધી છે. આ સાથે જ દક્ષિણ ભારતના કેટલાક વિસ્‍તારોમાં ઉત્તર-પૂર્વીય ચોમાસાની વરસાદી પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ છે.

હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, રાયલસીમા, દક્ષિણ આંતરિક કર્ણાટક, કેરળ અને માહેમાં ઉત્તર-પૂર્વીય ચોમાસાની અસર જોવા મળી છે. વિભાગે પોતાના દૈનિક હવામાન અનુમાનમાં જણાવ્‍યું હતું કે ઉત્તર-પૂર્વીય ચોમાસાની શરૂઆત સાથે જ દક્ષિણ દ્વીપકલ્‍પીય ભારતના અનેક વિસ્‍તારોમાં ૨૧ ઓક્‍ટોબર સુધી વરસાદી માહોલ રહેવાની શક્‍યતા છે.

આ દરમિયાન કેટલાક સ્‍થળોએ ભારે વરસાદ પણ પડી શકે છે. ભારતમાં મુખ્‍યત્‍વે બે પ્રકારનાં ચોમાસાં જોવા મળે છે. દક્ષિણ-પヘમિ ચોમાસું જૂનથી સપ્‍ટેમ્‍બર દરમિયાન સક્રિય રહે છે, જ્‍યારે ઉત્તર-પૂર્વીય ચોમાસું, જેને પાછા ફરતા ચોમાસા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ઓક્‍ટોબરથી ડિસેમ્‍બર દરમિયાન દેશના કેટલાક વિસ્‍તારોને અસર કરે છે. દક્ષિણ-પヘમિ ચોમાસું દેશના અર્થતંત્ર માટે અત્‍યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેની સીધી અસર ખરીફ પાકના વાવેતર અને ઉત્‍પાદન પર પડે છે.

તેની સરખામણીએ ઓછું તીવ્ર હોવા છતાં ઉત્તર-પૂર્વીય ચોમાસું રવિ પાકના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ છે. હવામાન વિભાગના આંકડા મુજબ, આ વર્ષે દક્ષિણ-પヘમિ ચોમાસાની સિઝનમાં દેશમાં કુલ ૭૫૯.૪ મિમી વરસાદ નોંધાયો છે, જે ૮૬૮,૬ મિમીના સામાન્‍ય વરસાદ કરતાં ૧૨.૬ ટકા ઓછો છે. વરસાદની આ ઘટ પાછળનું એક મહત્ત્વનું કારણ ઉષ્‍ણકટિબંધીય પ્રશાંત મહાસાગરમાં પ્રવર્તી રહેલી અલ નીનોની સ્‍થિતિ છે. જૂન મહિનામાં ઊભી થયેલી આ સ્‍થિતિ ત્‍યારથી વધુ મજબૂત બની રહી છે.

 

(1:21 PM IST)