<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

ચૂંટણી પંચ સામે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશના ગંભીર આક્ષેપ

એક રાજકીય પક્ષને ફાયદો કરાવવા ૧૩ કરોડ મતદારોનાં નામ કાઢી નાખ્યાં હોવાનો પૂર્વ ન્યાયાધીશ વી. ગોપાલ ગૌડાનો ગંભીર આક્ષેપ: મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા સામે સવાલો: લોકશાહીની સર્વોપરિતા જાળવવા સુપ્રીમ કોર્ટને સમગ્ર પ્રક્રિયાની ઝીણવટભરી તપાસ કરવા અપીલ

ભુવનેશ્વર : સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ વી. ગોપાલ ગૌડાએ ચૂંટણી પંચની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતાં આરોપ મૂક્યો છે કે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણાના નામે કરોડો મતદારોને યાદીમાંથી દૂર કરી એક રાજકીય પક્ષને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ થયો છે.

 

ભુવનેશ્વરમાં હરિશ્ચંદ્ર બક્ષીપાત્રની ૯૩મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં પૂર્વ ન્યાયાધીશ ગૌડાએ જણાવ્યું હતું કે દેશભરમાં એસઆઈઆરની આડમાં ૧૩ કરોડ મતદારોનાં નામ કાઢી નાખવામાં આવ્યાં હોવાનો તેમનો આરોપ છે. તેમણે ચૂંટણી પંચની કામગીરીને બંધારણીય અને લોકશાહી સિદ્ધાંતોના સંદર્ભમાં પ્રશ્નાર્થ ગણાવી હતી.

 

ગૌડાએ જણાવ્યું કે લોકશાહીમાં સર્વોપરી સત્તા દેશની જનતાની છે. મતદાર યાદી સુધારણાનો ઉપયોગ રાજકીય પક્ષો દ્વારા સામૂહિક રીતે ફોર્મ-૭ રજૂ કરીને મતદારોનાં નામ દૂર કરાવવા માટે થવો જોઈએ નહીં.

 

તેમણે ચૂંટણી પંચની પ્રક્રિયા અને સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરાયેલી વિગતોની પણ તપાસ થવી જોઈએ તેવી માગણી કરી હતી.

(9:37 AM IST)