તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th June 2026
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટનની મુશ્કેલી વધી, ગુપ્ત દસ્તાવેજોના કેસમાં પોતાનો ગુનો કબૂલશે
ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળના પૂર્વ સલાહકારને ૨૨.૫ લાખ ડોલરનો જંગી દંડ ફટકારાશે, ૫ વર્ષની જેલની સજા થવાની શક્યતા

ન્યૂયોર્ક: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટન ગેરકાયદેસર રીતે ગુપ્ત દસ્તાવેજો પોતાની પાસે રાખવાના આરોપમાં દોષી સાબિત થવા જઈ રહ્યા છે. પ્લી ડીલ હેઠળ તેમને મોટો દંડ થઈ શકે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે ફરજ બજાવી ચૂકેલા જ્હોન બોલ્ટન એક મોટા કાનૂની સંકટમાં ફસાયા છે.
વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્હોન બોલ્ટન ગુપ્ત માહિતી ગેરકાયદેસર રીતે પોતાની પાસે રાખવાના આરોપસર એક 'પ્લી ડીલ' હેઠળ પોતાનો ગુનો કબૂલ કરશે. આ ડીલના ભાગરૂપે તેમની સામેના અન્ય ૧૭ આરોપો પડતા મૂકવામાં આવશે.
ગુનો કબૂલ્યા બાદ કોર્ટ તેમને ૨.૨૫ મિલિયન ડોલર (અંદાજે ૨૨.૫ લાખ ડોલર) નો આકરો દંડ ફટકારશે. આ ઉપરાંત તેમને ફેડરલ જેલમાં મહત્તમ ૫ વર્ષ સુધીની સજાનો સામનો કરવો પડી શકે છે.*
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
