<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

સ્વિટ્ઝર્લૅન્ડ પ્રવાસની આડમાં કરોડોની છેતરપિંડી: હૈદરાબાદના દંપતીના રહસ્યમય ગુમ થવા પાછળ મોટું કૌભાંડ

રજા માણવા ગયાનો દાવો કરી લાખોનું આંધણ કરનાર દંપતી લાપતા, ચિટ ફંડના નામે રોકાણકારોના પૈસા લઈને ફરાર થયાની આશંકા.

હૈદરાબાદ : હૈદરાબાદના પબ્બા ચંદ્રશેખર અને તેમની પત્ની સ્વપ્ના 22 જૂનના રોજ સ્વિટ્ઝર્લૅન્ડ ફરવા ગયાના બહાને રહસ્યમય રીતે ગુમ થયા છે, પરંતુ હવે પોલીસ તપાસમાં આ મામલો કરોડો રૂપિયાની ચિટ ફંડ છેતરપિંડીનો હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
દંપતીની પુત્રીએ નોંધાવેલી ગુમ થયાની ફરિયાદ બાદ તપાસ શરૂ થતાં પોલીસને જાણવા મળ્યું કે, આરોપીઓએ સ્વિટ્ઝર્લૅન્ડ જતાં પહેલાં અનેક રોકાણકારોને મોટું વળતર આપવાનું આશ્વાસન આપી મોટી રકમ ઉઘરાવી હતી. હાલમાં આ દંપતીના મોબાઈલ ફોન બંધ હોવાથી અને તેઓ ખરેખર સ્વિટ્ઝર્લૅન્ડ પહોંચ્યા છે કે કેમ તે અંગે પણ પોલીસ શંકા સેવી રહી છે.
પોલીસ હવે ઈમિગ્રેશન રેકોર્ડ્સ અને ટ્રાવેલ હિસ્ટ્રીની મદદથી આ દંપતીના પગેરું શોધવાની મથામણ કરી રહી છે, જેથી જાણવા મળે કે આ કોઈ આયોજિત ભાગેડુ કૌભાંડ છે કે અન્ય કોઈ ઘટના. રોકાણકારોની મોટી રકમ જોખમમાં હોવાથી પોલીસ દરેક પાસા પર ઝીણવટભરી તપાસ કરી રહી છે.
આ કેસ હવે માત્ર ગુમ થયેલા વ્યક્તિઓની તપાસ પૂરતો સીમિત ન રહેતા નાણાકીય ગુનાની શ્રેણીમાં ફેરવાઈ ગયો છે. આગામી સમયમાં પોલીસ રોકાણકારોના નિવેદનો અને બેંકિંગ વ્યવહારો તપાસીને દંપતીની ધરપકડ કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યવાહી હાથ ધરે તેવી શક્યતા છે.

(12:24 AM IST)