તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
બિહારમાં મફત વીજળી યોજના પર રાજકીય ઘમાસાણ: સમૃદ્ધ લોકોએ સબસિડી છોડવાની અપીલ પર પ્રશાંત કિશોરનો ભાજપ પર કટાક્ષ
મુખ્યમંત્રીની અપીલ સામે જન સૂરજ વડાનો પલટવાર, જો સરકાર મફત વીજળી પરત માંગતી હોય તો જનતાને તેમના મત પણ પાછા આપવા જોઈએ તેવી માંગ

પટણા, તા.૧૩: બિહારમાં રાજકીય અફરાતફરી વચ્ચે મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી દ્વારા રાજ્યના સમર્થ અને સક્ષમ નાગરિકોને ૧૨૫ યુનિટ મફત વીજળીનો લાભ સ્વેચ્છાએ જતો કરવાની અપીલ કરવામાં આવી છે, જેને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અગાઉની સરકાર દ્વારા ચૂંટણી પૂર્વે દરેક પરિવારને આપવાની જાહેરાત કરાયેલી આ મફત વીજળી યોજના હાલ સરકારી તિજોરી પર મોટો આર્થિક બોજ બની રહી હોવાથી તંત્ર દ્વારા આ પગલું ભરવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રીની આ અપીલ સામે પ્રતિક્રિયા આપતા જન સૂરજ પાર્ટીના પ્રમુખ પ્રશાંત કિશોરે આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે જો સરકાર જનતા પાસેથી મફત વીજળી પરત માંગી રહી છે તો સત્તાધારી પક્ષે પણ પ્રજાના મત પાછા આપવા જોઈએ.
વીજળી વિભાગીય આયોજન મુજબ આગામી ૧ ડિસેમ્બરથી ગ્રાહકોને એસએમએસ (SMS) મોકલીને એક ખાસ લિંક દ્વારા સ્વેચ્છાએ આ યોજના છોડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી સરકારી ખર્ચમાં નોંધપાત્ર રાહત મળી શકે.
વહીવટી આંકડાઓ અનુસાર સરકારી તિજોરી પર આ યોજના પાછળ દર મહિને અંદાજે ૨૩ કરોડ રૂપિયાનો ખર્ચ ભારણરૂપ સાબિત થઈ રહ્યો છે અને ભવિષ્યમાં ગ્રાહકો વધતા આ રકમ હજુ વધુ ઊંચી જવાની પૂરી સંભાવના છે.
આગામી સમયમાં આ સ્વૈચ્છિક સરેન્ડર ઝુંબેશ શરૂ થયા બાદ કેટલા ગ્રાહકો ખરેખર મફત વીજળીનો લાભ છોડે છે અને તેનાથી રાજકારણમાં કેવા નવા સમીકરણો રચાય છે તે જોવું રહ્યું.
(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
