<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

૪૪૦ કરોડ રૂપિયાવાળા TMCના ત્રણ બેન્‍ક એકાઉન્‍ટ ફ્રીઝ

મમતા બેનર્જીને મોટો ઝટકો

 

કોલકતા તા.૨૦: બંગાળ પોલીસે ઓલ ઈન્‍ડિયા તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના ત્રણ બેંક ખાતા ફ્રીઝ કરી દીધા છે. એચડીએફસી બેંકમાં આ ત્રણ ખાતામાંથી ટીએમસી પૈસા ઉપાડી નહી શકે. આ બધા બેંક ખાતામાં ૪૪૦ કરોડ રૂપિયા જમા છે. પヘમિ બંગાળમાં ચૂંટણીમાં મળેલી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં આંતરિક ઝઘડો હવે પાર્ટીના પૈસા અને સંપત્તિ સુધી વધી ગયો છે.

પાર્ટીના પૂર્વ ખજાનચી અરૂપ બિસ્‍વાસે અગાઉ એચડીએફસી બેંકને પત્ર લખીને પાર્ટીના ખાતાઓ ફ્રીઝ કરવાની માંગ કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે પાર્ટીના સાચા નેતૃત્‍વ અંગે હજુ સુધી કોઈ સ્‍પષ્ટ જવાબ મળ્‍યો નથી. આ મહિને અરૂપ બિસ્‍વાસને આ પદ પરથી દૂર કરવામાં આવ્‍યા હતા. આ પત્ર બેંકને એવા સમયે સુપરત કરવામાં આવ્‍યો હતો જ્‍યારે તૃણમૂલ કોંગ્રેસના ૨૦ લોકસભા સાંસદોએ સ્‍પીકર ઓમ બિરલાને મળ્‍યા હતા અને નેશનલિસ્‍ટ સિટીઝન્‍સ પાર્ટી ઓફ ઈન્‍ડિયા (NCPI) માં તેમના વિલીનીકરણની જાહેરાત કરી હતી. આ બળવાખોર સાંસદો માને છે કે તેઓ અસલી ટીએમસી છે અને પાર્ટીના નામ અને પ્રતીક પર પોતાનો દાવો રજૂ કરશે.

ચૂંટણી પંચને સુપરત કરાયેલા ૨૦૨૪-૨૫ના ઓડિટ રિપોર્ટ મુજબ તૃણમૂલ કોંગ્રેસ પાસે કુલ રૂા.૧,૦૮૧.૭૮ કરોડની સંપત્તિ છે. આમાંથી રૂા. ૬૨૫.૭૮ કરોડ બેંક ખાતાઓમાં, રૂા.૨૫૦.૭૭ કરોડ રોકાણોમાં અને રૂા.૫૦ કરોડ ચેકના રૂપમાં છે. અરૂપ બિશ્વાસે કહ્યું હતું કે બેંકે પાર્ટીના ખાતામાં યથાસ્‍થિતિ જાળવી રાખવી જોઈએ અને કોઈપણ ડેબિટ વ્‍યવહારો અથવા ખાતાના સંચાલન નિયમોમાં ફેરફાર પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

(9:50 AM IST)