હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગેરમાર્ગે દોરતી જાહેરાતો સામે FSSAI નો મોટા પાયે આકરો પ્રહાર: બિગબાસ્કેટ, ફ્લિપકાર્ટ અને જેમિની એડિબલ્સને કારણ બતાવો નોટિસ ફટકારી!
ફ્રીડમ રાઇસ બ્રાન ઓઇલ' માં કોલેસ્ટ્રોલ અને હૃદય સ્વાસ્થ્ય અંગેના અમાન્ય દાવાઓ કરવા બદલ ફુડ રેગ્યુલેટર લાલઘૂમ: DNV ફુડનું લાઇસન્સ સસ્પેન્ડ અને ઝવિત્તાનીનું લાઇસન્સ રદ

નવી દિલ્હી: દેશમાં ખાદ્યચીજોની ગુણવત્તા અને જાહેરાતોમાં ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી કંપાનીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ મોટી અને આકરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. હૈદરાબાદ સ્થિત જાણીતી પ્રોડક્ટ 'ફ્રીડમ કુકિંગ રાઇસ બ્રાન ઓઇલ' ના ઉત્પાદક જેમિની એડિબલ્સ એન્ડ ફેટ્સ ઈન્ડિયા લિમિટેડ તેમજ દિગ્ગજ ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ બિગબાસ્કેટ અને ફ્લિપકાર્ટને ગેરમાર્ગે દોરતા અને અયોગ્ય સ્વાસ્થ્ય દાવા કરવા બદલ FSSAI દ્વારા કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. આ પ્રોડક્ટના પ્રમોશન દરમિયાન "ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે" તથા "૧૦,૦૦૦+ ppm નેચરલ ઓરિઝેનોલ" ધરાવતું હોવાના દાવાઓ કરવામાં આવ્યા હતા, જે FSSAI ની જાહેરાત અને દાવા નિયમો, ૨૦૧૮ ની જોગવાઈઓનું સીધું ઉલ્લંઘન હોવાનું સામે આવ્યું છે.
તપાસ દરમિયાન એવો પણ ગંભીર ખુલાસો થયો છે કે જેમિની એડિબલ્સ ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ મારફતે ખાદ્ય પદાર્થોનું ઓનલાઈન વેચાણ કરી રહી હતી, છતાં કંપની પાસે આ પ્રકારની ઈ-કોમર્સ પ્રવૃત્તિ માટે જરૂરી સત્તાવાર અને માન્ય કેન્દ્રીય લાઇસન્સ નહોતું. FSSAI એ સોશિયલ મીડિયા અને સત્તાવાર યાદી મારફતે સ્પષ્ટ કર્યું છે કે ફૂડ બિઝનેસ ઓપરેટરો ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરી શકે નહીં. નિયમનકારે તમામ સંબંધિત પક્ષો પાસે જવાબ માગ્યો છે કે FSS એક્ટ, ૨૦૦૬ હેઠળ કડક શિક્ષાત્મક કાનૂની કાર્યવાહી શા માટે ન કરવી? માન્ય લાઇસન્સ વિના ઓનલાઈન વેચાણ કરવું અને અપ્રમાણિત હેલ્થ ક્લેમ્સ કરવા એ કાયદા હેઠળ ગંભીર ગુનો બને છે.
આ ઉપરાંત, ફુડ રેગ્યુલેટરે દેશભરમાં ખાદ્ય ઉત્પાદકો અને સ્ટોરેજ યુનિટ્સ પર નિરીક્ષણ હાથ ધરીને અન્ય કંપનીઓ સામે પણ કડક સપાટો બોલાવ્યો છે. ગંભીર બેદરકારી, અસ્વચ્છતા, સંગ્રહના નિયમોના ભંગ બદલ FSSAI એ DNV ફૂડ પ્રોડક્ટ્સ લિમિટેડનું લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે, જ્યારે ખાદ્ય સુરક્ષાના કાયદાઓનું વારંવાર ઉલ્લંઘન કરવા બદલ ઝવિત્તાની બ્રાન્ડનું લાઇસન્સ કાયમ માટે રદ કરી દેવામાં આવ્યું છે. FSSAI ના આ આકરા વલણથી ગ્રાહકોને ખોટી માહિતી પીરસીને અબજોનો વેપાર કરતી બ્રાન્ડ્સ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સમાં ફાફડાટ વ્યાપી ગયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
