<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીના અંતિમ સંસ્કાર સમારોહ 4 જુલાઈથી શરૂ થશે

અંતિમ સંસ્કાર સમિતિના પ્રવક્તાએ જણાવ્યું કે આ સંબંધિત તૈયારીઓ ઘણી વખત પૂર્ણ કરી લેવાઈ હતી, પરંતુ યુદ્ધને કારણે સમારોહને વારંવાર મુલતવી રાખવો પડ્યો હતો.

ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીના અંતિમ સંસ્કાર સમારોહ 4 જુલાઈથી શરૂ થશે. અંતિમ સંસ્કાર સમિતિના પ્રવક્તાએ જણાવ્યું કે આ સંબંધિત તૈયારીઓ ઘણી વખત પૂર્ણ કરી લેવામાં આવી હતી, પરંતુ યુદ્ધને કારણે સમારોહને વારંવાર મુલતવી રાખવો પડ્યો હતો.

તેમણે જણાવ્યું કે 8 જુલાઈએ ઇરાકના પવિત્ર શહેરો નજફ અને કરબલામાં પણ અલગ શ્રદ્ધાંજલિ સમારોહ આયોજિત કરવામાં આવશે. ઈરાન અને સમગ્ર શિયા મુસ્લિમ સમુદાયમાં ખામેનેઈનો મોટો ધાર્મિક અને રાજકીય પ્રભાવ માનવામાં આવે છે. આ જ કારણ છે કે તેમના અંતિમ સંસ્કાર અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકોના સામેલ થવાની અપેક્ષા છે.

(10:29 PM IST)