તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
ગુરુનાનક જયંતી નિમિત્તે સવારે બંધ રહ્યા બાદ સાંજે વાયદા બજાર ખુલતા સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાયો
1 કિલો ચાંદી 4,984 રૂપિયા ઘટીને 1,49,233 રૂપિયા પર આવી ગઈ જ્યારે 10 ગ્રામ 24 કેરેટ સોનું 1,556 રૂપિયા તૂટીને 1,24,440 રૂપિયા પર પહોંચ્યું

સોના અને ચાંદીની કિંમતમાં એક દિવસની તેજી બાદ ફરી એકવાર મોટો ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે ગુરુનાનક જયંતીના અવસરે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર સવારનો કારોબાર બંધ રહ્યો હતો, પરંતુ સાંજના સેશનમાં જેવું કોમોડિટી માર્કેટ ખુલ્યું કે તરત જ ચાંદીનો ભાવ ધડામ દઈને નીચે પટકાયો હતો અને એક જ ઝટકામાં આ કીમતી ધાતુ આશરે 5,000 રૂપિયા સસ્તી થઈ ગઈ હતી, જ્યારે બીજી તરફ સોનાનો ભાવ પણ તૂટ્યો હતો.
મંગળવારે MCX પર સાંજે 5 વાગ્યે સોના-ચાંદીનો કારોબાર શરૂ થયો હતો, અને બજાર ખુલવાની સાથે જ 4 ડિસેમ્બરની એક્સપાયરી વાળી 1 કિલો ચાંદીનો રેટ મોટા ઘટાડા સાથે 1,49,233 રૂપિયા પર આવી ગયો હતો. આ પહેલા પાછલા કારોબારી દિવસે ચાંદી તેજ ઉછાળા સાથે 1,54,217 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી, જે હિસાબે ગણતરી કરીએ તો ચાંદી 4,984 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ ગઈ છે.
MCX પર અચાનક ચાંદીની કિંમતમાં આવેલા આ મોટા ઘટાડાને કારણે હવે ચાંદીનો ભાવ પોતાના લાઈફ ટાઈમ હાઈ લેવલથી ઘણો નીચે રહી ગયો છે. નોંધનીય છે કે 29 જાન્યુઆરીના રોજ રેકોર્ડ તેજી સાથે વાયદા બજારમાં ચાંદીનો ભાવ 4,20,048 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગયો હતો, જ્યાંથી હવે ચાંદી 2,70,815 રૂપિયા પ્રતિ કિલો ઓછી કિંમતે મળી રહી છે.
નવેમ્બર મહિનાના 24 દિવસ વીતી ગયા છે અને આ દરમિયાન કોમોડિટી માર્કેટમાં જેટલા પણ દિવસ કારોબાર થયો છે, તેમાંથી મોટાભાગના સેશનમાં ચાંદીનો ભાવ ક્રેશ થતો જોવા મળ્યો છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પાછલા ઓક્ટોબર મહિનાના અંતિમ કારોબારી દિવસે 1 કિલો ચાંદીનો વાયદા ભાવ 1,79,132 રૂપિયા પર બંધ થયો હતો અને મંગળવારના ભાવ સાથે તુલના કરીએ તો તે 29,899 રૂપિયા પ્રતિ કિલો તૂટી ચૂકી છે.
ચાંદીની કિંમત બાદ મંગળવારે સોનાના ભાવમાં આવેલા ઘટાડાની વાત કરીએ તો પાછલા કારોબારી દિવસે આ કીમતી પીળી ધાતુ તેજી સાથે 1,25,996 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. પરંતુ ચાંદીની ચાલ સાથે કદમ મિલાવતા સોનું પણ બજાર ખુલતાની સાથે જ 1,24,440 રૂપિયા પર આવી ગયું હતું, જે મુજબ 10 ગ્રામ 24 કેરેટ સોનું એક જ ઝટકામાં 1,556 રૂપિયા સસ્તું થઈ ગયું છે
(9:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
