તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
કેવડા ત્રીજની અવઢવ વચ્ચે સોમવારે ગણેશ ચતુર્થીઃ મંગળવારે જૈન સંવત્સરી
આજે શિવપાર્થેશ્વર પૂજા સાથે શ્રાવણની પૂર્ણાહુતિ, ત્યારબાદ કેવડા ત્રીજથી ધાર્મિક પર્વોની વણઝાર : હસ્ત નક્ષત્રને કારણે કેવડા ત્રીજ રવિવારે કે સોમવારે કરવા અંગે બે મત, પંચાંગમાં સોમવારે ત્રીજની નોંધ

મુંબઈ,તા.૧૧: શિવ આરાધનાના પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ સાથે જ સુરતમાં ધાર્મિક પર્વોની વણઝાર શરૂ થવા જઈ રહી છે. આજે શિવપાર્થેશ્વર પૂજા સાથે શ્રાવણ માસનું સમાપન થશે અને ત્યારબાદ કેવડા ત્રીજ, ગણેશ ચતુથી તથા જૈન સંવત્સરી જેવા પર્વો ઉજવાશે. જોકે, આ વખતે કેવડા ત્રીજ અને શ્રાવણની અમાસની તિથિને લઈને ધાર્મિક વિધિ માટે અલગ-અલગ મત સામે આવ્યા છે. ખાસ કરીને હસ્ત નક્ષત્રના સંયોગને કારણે કેવડા ત્રીજ રવિવારે કરવી કે સોમવારે તે અંગે મૂંઝવણ છે. બીજી તરફ ગણેશ ચતુથી અને સંવત્સરી સામાન્ય રીતે એક જ દિવસે આવતાં હોવા છતાં આ વર્ષે બંને પર્વ અલગ-અલગ દિવસે ઉજવાશે.
ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજ અથવા હરિતાલિકા ત્રીજનું વ્રત કરવામાં આવે છે. પરિણીત મહિલાઓ પતિના દીર્ઘાયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને સુખી દામ્પત્ય જીવનની મનોકામના સાથે નિર્જળા કે નકોરડો ઉપવાસ કરે છે. ધાર્મિક માન્યતા મુજબ માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કઠોર તપ કર્યું હતું. આ જ તપસ્યાની માન્યતાના આધારે હરિતાલિકા ત્રીજનું વ્રત કરવામાં આવે છે. વતના દિવસે શિવ-પાર્વતીની પ્રતિમા બનાવી પૂજન કરવામાં આવે છે અને ભગવાન શિવને કેવડાના ફૂલ અર્પણ કરવાનું વિશેષ મહત્ત્વ છે.
આ વર્ષે તિથિ અને નક્ષત્રના સંયોગને કારણે કેવડા ત્રીજની તારીખ અંગે બે મત ૬. મહારાજ શુક્લના કિરીટદત્ત જણાવ્યા મુજબ રવિવારે સવારે ૭.૦૯ વાગ્યા સુધી બીજની તિથિ અને બપોરે ૧.૦૭ વાગ્યા સુધી હસ્ત નક્ષત્ર રહેશે. જ્યારે સોમવારે સવારે ૭.૦૮ વાગ્યા સુધી ત્રીજની તિથિ અને બપોરે ૧.૫૬ વાગ્યા સુધી ચિત્રા નક્ષત્ર રહેશે. ધાર્મિક રીતે હસ્ત નક્ષત્રમાં કેવડા ત્રીજનું વત વિશેષ
માનવામાં આવતું હોવાથી એક મત રવિવારે ઉજવણીનો છે. જોકે, પંચાંગમાં સોમવારે હરિતાલિકા-કેવડા ત્રીજ તથા ગૌરી તૃતીયાની નોંધ હોવાથી સોમવારે વ્રત-પૂજન કરવાનો પણ મત છે. સોમવારે સવારે ૬.૦૫થી ૭.૦૮ સુધી પૂજાનું મુહૂર્ત દર્શાવાયું છે.
ગણેશ ચતુર્થી અને સંવત્સરી આ વખતે અલગ-અલગ દિવસે
સામાન્ય રીતે ગણેશ યતુર્થી અને જૈન સંવત્સરી એક જ દિવસે આવતા હોવાથી બંને પર્વની એકસાથે ઉજવણી થતી હોય છે. પરંતુ આ વર્ષે તિથિના સંયોગને કારણે બંને પર્વ અલગ દિવસોએ આવશે ૧૪ સપ્ટેમ્બરના સોમવારે ગણેશ ચતુર્થી ઉજવાશે, જ્યારે ૧૫ સપ્ટેમ્બરના મંગળવારે જૈન સંવત્સરી પર્વ મનાવવામાં આવશે. જ્યોતિષીય ગણતરી મુજબ ૧૪ સપ્ટેમ્બરે સોમવારે સવારે ૭.૦૮ વાગ્યાથી ૧૫ સપ્ટેમ્બરે મંગળવારે સવારે ૭:૪૫ વાગ્યા સુધી ચોથની તિથિ રહેશે. ગણેશ ચતુર્થીના દિવસે શ્રીજીની સ્થાપના માટે સવારે ૬થી ૭.૩૦, સવારે ૯થી ૧૦.૩૦, બપોરે ૧થી ૪.૩૦ અને સાજે ૪.૩૦થી ૬ વાગ્યા સુધીના શુભ ચોઘડિયાને અનુકૂળ ગણવામાં આવ્યા છે.
શિવાલયોમાં આજે અમાસની વિશેષ પૂજા-અર્ચના થશે
ભગવાન શિવની એક માસની આરાધના બાદ આજેશ્રાવણ માસનું સમાપન થશે. દરમિયાન શિવાલયોમાં અમાસની વિશેષ પુજા-અર્ચના થશે. વધુમાં, શ્રાવણ પૂર્ણ થવાની વેળાએ અમાસની તિથિને લઇને પણ ધાર્મિક મતમતાંતર જોવા મળ્યા હતા. ગુરુવારે સવારે ૧૦,૩૪ વાગ્યા સુધી યૌદશ બાદ અમાસ શરૂ થઈ હતી અને આજે સવારે ૮.૫૭વાગ્યા સુધી રહેશે. તેથી ગુરુવારે દર્શ-પિઠોરી-કુશગ્રાહિણી અમાસ કરવાનો એક મત છે. જ્યારે આજે અમાસ તિથિ દરમિયાન સ્નાન-દાન અમાસ મનાવવામાં આવશે અને શિવપાર્થેશ્વર પૂજા સાથે શ્રાવણ માસની પૂર્ણાહુતિ થશે.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
