તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
'ગણપતિ બાપ્પા મોરયા, પુડચ્યા વર્ષી લવકર યા': ભારે સુરક્ષા અને ટ્રાફિક ડાયવર્ઝન વચ્ચે જુહુ ચોપાટી ખાતે વિસર્જન સરઘસોનું ઘોડાપૂર!
ઢોલ-તાશાના નાદ અને ગુલાલની છોળો વચ્ચે ભગવાન ગણેશને ભાવભીની વિદાય: મુંબઈમાં ૨૪,૦૦૦થી વધુ પોલીસ અને ૨૫,૦૦૦થી વધુ બીએમસી કર્મચારીઓ તૈનાત

મુંબઈ : અનંત ચતુર્દશીના પાવન પર્વે આખી મુંબઈ નગરી ગણેશમય બની ગઈ છે. મુંબઈકરો પોતાના વ્હાલસોયા વિઘ્નહર્તાને વિદાય આપવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. જુહુ ચોપાટી દરિયાકિનારે ગણપતિ વિસર્જનના વિશાળ સરઘસોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ગગનભેદી 'ગણપતિ બાપ્પા મોરયા'ના નારા, ઢોલ-તાશાનો અવાજ અને ભક્તોના ઉત્સાહ વચ્ચે નાની-મોટી હજારો મૂર્તિઓને અંતિમ વિસર્જન માટે લાવવામાં આવી રહી છે.
જુહુ વિસ્તારમાં ચુસ્ત ટ્રાફિક નિયંત્રણો અને ડાયવર્ઝન
ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે જુહુ અને તેની આસપાસના વિસ્તારોમાં કડક સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ગોઠવી છે. જે.પી. રોડ, અચ્યુતરાવ પટવર્ધન માર્ગ, જુહુ-વર્સોવા લિંક રોડ, એસ.વી. રોડ તેમજ જુહુ તારા રોડ પર અનેક જગ્યાએ વન-વે, ડાયવર્ઝન અને નો-પાર્કિંગના નિયમો અમલી બનાવવામાં આવ્યા છે. વાહનચાલકોને અગવડતાથી બચવા માટે અસરગ્રસ્ત રસ્તાઓ પર બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ વધારાનો સમય હાથમાં રાખીને નીકળવા માટે પોલીસે અપીલ કરી છે.
૨૪,૦૦૦થી વધુ જવાનોનો અભેદ્ય સુરક્ષા કોઠો
શાંતિપૂર્ણ અને સુરક્ષિત વિસર્જન સંપન્ન થાય તે માટે સમગ્ર મુંબઈમાં ૨૪,૦૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ ખડેપગે છે. આ ઉપરાંત રેપિડ એક્શન ફોર્સ (RAF), SRPF, ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT), રાયટ કંટ્રોલ અને એન્ટી-ડ્રોન સ્ક્વોડ જેવી વિશેષ ટુકડીઓ સતત નજર રાખી રહી છે. બીએમસી દ્વારા પણ ૬૭ કુદરતી વિસર્જન સ્થળો અને ૩૮૩ કૃત્રિમ તળાવો પર ૨૫,૦૦૦થી વધુ કર્મચારીઓની ફોજ ઉતારવામાં આવી છે જેથી વિસર્જન પ્રક્રિયા સુગમ રીતે પૂર્ણ થઈ શકે.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
