<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

નવરાત્રી પહેલાં ગરબાની રમઝટઃ પ્રિ-નવરાત્રીની ધૂમ

પ્રિ-નવરાત્રીની રોનક બરાબર જામી, અઠવાડિયામાં પ્રિ-નવરાત્રીના અનેક આયોજનો : ઇવેન્‍ટ ઇન્‍ડસ્‍ટ્રીને ડબલ ડોઝ, પરંપરાગત વસ્‍ત્રોનું મોટું માર્કેટ.. ૧૧ ઓક્‍ટોબરના રવિવારે નવરાત્રીના રંગારંગ આરંભ સાથે ૨૦ ઓક્‍ટોબર સુધી એટલે કે ૧૦ દિવસ ગરબાની રોનક બરાબર જામશેઃ જોકે, નવરાત્રી પહેલા પ્રિ-નવરાત્રી સેલિબ્રેશનના ક્રેઝ સાથે ઇવેન્‍ટ ઇન્‍ડસ્‍ટ્રીને વેપાર-રોજગારનો ડબલ ડોઝ મળશે. આયોજકોએ આખું અઠવાડિયું ભાગદોડ

નવી દિલ્‍હી,તા.૫: આદ્યશક્‍તિની આરાધનાના પાવન પર્વ નવરાત્રીની શરૂઆત થાય તે પહેલા જ ગરબાની રંગત જામી ગઇ છે. ૧૧ ઓક્‍ટોબરના રવિવારથી નવરાત્રી પર્વનો પ્રારંભથવાનો છે ત્‍યારે ખેલૈયાઓ અત્‍યારથી જ રાસ-ગરબાની રમઝટમાં રંગાઈ ગયા છે. ગરબા ક્‍લાસિસ, શાળા-કોલેજો, કોચિગ ક્‍લાસિસ, પ્રોફેશનલ ગ્રૂપો અને વિવિધ સમાજો દ્વારા પ્રિ-નવરાત્રીના કાર્યક્રમોની વણઝાર જોવા મળી રહી છે. રવિવારે નવરાત્રીની શરૂઆત પહેલા આ આખા અઠવાડિયામાં પ્રિ-નવરાત્રીના અનેક આયોજનો થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ચાલુ વર્ષે નવરાત્રીના ૧૦ દિવસ હોવાથી ખેલૈયાઓનો ઉત્‍સાહ બેવડાયો છે. તેમાં પણ નવરાત્રીના ૧૦ દિવસ પહેલાંથી પ્રિ-નવરાત્રીના કાર્યક્રમો શરૂ થઈ જતાં જાણે ૨૦ દિવસ સુધી રાસ-રમઝટનો માહોલ જોવા મળશે. ચાર મહિના અગાઉથી શરૂ થયેલા ગરબા ક્‍લાસિસમાં પ્રેક્‍ટિસના અંતિમ તબક્કા બાદ હવે ખેલૈયાઓ માટે પ્રિ-નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ગરબા ક્‍લાસિસના સ્‍થળ ઉપરાંત કોમ્‍યુનિટી હોલ અને એ.સી. હોલમાં પણ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. શાળા-કોલેજોમાં પણ વિદ્યાર્થીઓ સાથે વાલીઓને ગરબાની મોજ માણવાની તક મળે તે માટે પ્રિ-નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે. બીજી તરફ તબીબો, આઈ.ટી. એક્‍સપર્ટ સહિત વિવિધ ક્ષેત્રના પ્રોફેશનલો પણ પોતાના ગ્રૂપ સાથે પ્રિ-નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે. વિવિધ સમાજોમાં પણ મોટા પાયે કાર્યક્રમોનું આયોજન થતાં નવરાત્રી પૂર્વે જ શહેર ગરબામય બન્‍યું છે.

વિવિધ સમાજ દ્વારા સ્‍પેશિયલ ડીનર સાથે પ્રિ-નવરાત્રી સેલિબ્રેશન

નવરાત્રી પૂર્વેના ચાલુ સપ્તાહમાં પ્રિ-નવરાત્રી કાર્યક્રમોનું જાણે ઘોડાપૂર આવ્‍યું છે. ખાસ કરીને વિવિધ સમાજોમાં પ્રિ-નવરાત્રી સેલિબ્રેશનનો ક્રેઝ કહો કે ટ્રેન્‍ડ વધ્‍યો છે. સમાજો દ્વારા પ્રિ-નવરાત્રી સાથે સ્‍પેશિયલ ડીનરનું પણ આયોજન થાય છે. ૫૦૦થી વધુ આયોજનોમાં પરંપરાગત ગરબાને વિશેષ પ્રાધાન્‍ય અપાયું છે. ઓરકેસ્‍ટ્રા પાર્ટી સાથેના આયોજન વચ્‍ચે ઢોલ-નગારાના તાલે બે અને ત્રણ તાળીના પરંપરાગત ગરબાની રમઝટ બોલાવવાનો ટ્રેન્‍ડ જોવા મળ્‍યો છે. ચાર મહિનાની પ્રેક્‍ટિસ બાદ ખેલૈયાઓએ પ્રિ-નવરાત્રીમાં જ પોતાની તૈયારીઓનું જાણે રિહર્સલ કરી લીધું હોય તેમ ગરબાની રંગત જમાવી છે.

 

(9:55 AM IST)