તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Saturday, 24th October 2026
પાકિસ્તાનમાં ભૂખમરા વચ્ચે ગેસની હાહાકાર: ઈરાને સપ્લાય બંધ કરતા ૧ સિલિન્ડરના ભાવ સીધા ₹૭,૦૦૦ને પાર પહોંચ્યા!
બલુચિસ્તાનથી લઈને લાહોર અને સ્કાર્દુ સુધી રસોઈ ગેસની કૃત્રિમ અછત અને કાળાબજારીથી જનજીવન અસ્તવ્યસ્ત : સરકારી ભાવ ₹૩,૨૯૬ સામે બજારમાં બમણા ભાવ વસૂલાતા સામાન્ય પ્રજા પર આભ તૂટી પડ્યું.

ઇસ્લામાબાદ : પાકિસ્તાન હાલમાં આર્થિક ફુગાવા, કંગાળી અને ગરીબીના એવા ભયંકર દોરમાંથી પસાર થઈ રહ્યું છે જ્યાં સામાન્ય નાગરિકો માટે બે ટંકની રોટી મેળવવી પણ મુશ્કેલ બની ગઈ છે. આ બધાની વચ્ચે પાકિસ્તાન પર વધુ એક મોટી આફત ત્રાટકી છે, જ્યાં પાડોશી દેશ ઈરાન દ્વારા અચાનક ગેસનો પુરવઠો રોકી દેવામાં આવતા રસોઈ ગેસ (LPG) ની કિંમતો આસમાને પહોંચી ગઈ છે. પાકિસ્તાનમાં હાલમાં ૧૨ કિલોગ્રામનો ઘરેલુ ગેસ સિલિન્ડર ૧ સિવાય સીધા ₹૭,૦00 થી લઈને ₹૮,૨00 સુધીના વિક્રમી અને ચોંકાવનારા ભાવે વેચાઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.
આ ગંભીર કટોકટીના મૂળમાં પાકિસ્તાનની વિદેશી આયાત પરની અત્યંત પરાધીનતા રહેલી છે. પાકિસ્તાન તેની કુલ જરૂરિયાતના ૭૦ ટકા જેટલો એલપીજી વિદેશથી મંગાવે છે, જેમાંથી એકલા ઈરાનમાંથી જ આશરે ૫૦ ટકા જેટલો જથ્થો આવે છે. ગત ૧૭ ઓક્ટોબરથી ઈરાન અને પાકિસ્તાન વચ્ચેની મુખ્ય સરહદી ચોકીઓ સુરક્ષા અને ટેકનિકલ કારણોસર બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે બોર્ડર પર જ એલપીજી ટેન્કરો અને અસંખ્ય ટ્રકો ફસાઈ ગયા છે. બીજી તરફ, પાકિસ્તાનની ઓઇલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટી (OGRA) દ્વારા ૧૧.૮ કિલોગ્રામના સિલિન્ડરનો સત્તાવાર ભાવ માત્ર ₹૩,૨૯૬ નક્કી કરવામાં આવ્યો હોવા છતાં, બજારમાં વ્યાપક કાળાબજારી ચાલી રહી છે.
હાલની સ્થિતિ એવી છે કે બલુચિસ્તાનમાં સિલિન્ડરના ભાવ ₹૭,૦૦૦, લાહોરમાં ₹૭,૫૦૦ અને સ્કાર્દુમાં તો તે વધીને ₹૮,૨૦૦ સુધી વેચાઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા જે સિલિન્ડર ₹૪,૫00 માં મળતો હતો તેના ભાવ ડબલ થઈ જતાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ઈરાન સિવાય પાકિસ્તાન ઇરાક અને ઓમાન પર પણ નિર્ભર છે, પરંતુ હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય સંકટને કારણે ત્યાંથી પણ પુરવઠો અનિયમિત બન્યો છે. સરહદો બંધ હોવાથી વ્યાપાર ઠપ થઈ ગયો છે અને સરકારની નીતિઓની નિષ્ફળતાનું ખમજ સામાન્ય જનતાએ ભોગવવું પડી રહ્યું છે.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
