તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
૪૦મી મેરેજ એનિવર્સરી પર પત્ની સાથે કેદારનાથ ધામ પહોંચ્યા ગૌતમ અદાણી
મેં આ શુભ અવસરની શરૂઆત મારી જીવનસાથી પ્રીતિ સાથે કેદારનાથ ધામની મુલાકાત અને ભગવાન મહાદેવના આશીર્વાદથી કરીઃ ગૌતમ અદાણી

નવી દિલ્હી,તા.૨: અદાણી ગ્રુપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીએ ૪૦મી મેરેજ એનિવર્સરી પર પત્ની સાથે કેદારનાથ ધામ પહોંચ્યા હતા. તેમણે સોનપ્રયાગથી કેદારનાથ સુધીના પ્રસ્તાવિત રોપવેનું હવાઈ સર્વેક્ષણ પણ કર્યું હતું. રોપવેના નિર્માણની જવાબદારી અદાણી ગ્રુપને સોંપવામાં આવી છે હોવાનું જાણવા મળી રહ્યું છે.
અહેવાલો અનુસાર, ગૌતમ અદાણી શુક્રવારે સવારે દિલ્હીથી દેહરાદૂન પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ ખાનગી હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ ધામ જવા રવાના થયા હતા. અહીં પહોંચ્યા પછી, તેમણે કેદારનાથ ધામમાં પ્રાર્થના કરી હતી. મુલાકાત દરમિયાન તેમના પત્ની પણ તેમની સાથે હાજર હતા. VIP મુલાકાતને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર કેદારનાથ ધામ વિસ્તારમાં સુરક્ષા અને વ્યવસ્થા અંગે સતર્ક રહ્યું હતું.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા તેમણે લખ્યું, આજે મારા માટે એક ખાસ દિવસ છે. એક તરફ, વિશ્વ મજૂર દિવસ છે, અને બીજી તરફ, મારા ૪૦મી મેરેજ એનિવર્સરી છે. મેં આ શુભ અવસરની શરૂઆત મારી જીવનસાથી પ્રીતિ સાથે કેદારનાથ ધામની મુલાકાત અને ભગવાન મહાદેવના આશીર્વાદથી કરી.
ચાર દાયકાની આ સફર દરમિયાન પ્રીતિનો ટેકો ફક્ત મારા જીવનનો ટેકો જ નહીં, પણ દરેક પડકારમાં શાંત શક્તિ અને દરેક સફળતામાં નમ્ર પાયો પણ રહ્યો છે. આ માટે, હું ખૂબ આભારી છું. અમે મહાદેવને પ્રાર્થના કરી કે તેઓ આપણા દેશને સતત પ્રગતિ, સમૃદ્ધિ અને શક્તિ આપે, અને તે આપણા બધાને રાષ્ટ્રનિર્માણમાં શ્રેષ્ઠ યોગદાન આપવા પ્રેરણા આપે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
