News of Friday, 1st May 2026
ગૌતમ અદાણી દ્વારા મજૂર દિવસે ૪ લાખ કર્મચારીઓ માટે 'અપની બાત, અપનો કે સાથ' અભિયાનની શરૂઆત
અદાણી ગ્રુપમાં મેનેજમેન્ટ લેવલ ૧૦ થી ઘટાડીને ૬ કરાયા: ૧૭ ક્વાર્ટર બાદ પહેલીવાર ખોટ નોંધાઈ છતાં આવકમાં ૨૦ ટકાનો ઉછાળો

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસના અવસરે પોતાના ૪ લાખથી વધુ કર્મચારીઓ સાથે સીધો સંવાદ સાધવા માટે 'અપની બાત, અપનો કે સાથ' નામનું વિશેષ અભિયાન લોન્ચ કર્યું છે. આ પહેલને ઔપચારિક વાતચીતથી આગળ વધીને કર્મચારીઓ સાથે હૃદયપૂર્વક જોડાવાના પ્રયાસ તરીકે વર્ણવવામાં આવી રહી છે. એપ્રિલમાં જાહેર કરાયેલા રિસ્ટ્રક્ચરિંગ પ્લાન હેઠળ કંપનીએ નિર્ણય પ્રક્રિયાને વધુ સક્ષમ બનાવવા માટે મેનેજમેન્ટના સ્તર ૧૦ થી ઘટાડીને ૬ કર્યા છે, જેના ભાગરૂપે આ નવું અભિયાન શરૂ કરાયું છે. બીજી તરફ, નાણાકીય મોરચે અદાણી એન્ટરપ્રાઇઝે નાણાકીય વર્ષ ૨૬ ના ચોથા ક્વાર્ટરમાં છેલ્લા ૧૭ ક્વાર્ટરમાં પહેલીવાર ત્રિમાસિક ખોટ નોંધાવી છે. જોકે, આ નુકસાન વચ્ચે પણ કંપનીની વાર્ષિક આવકમાં ૨૦ ટકાથી વધુનો મજબૂત વધારો જોવા મળ્યો છે.*
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
