<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

Gen-zની સંસદ માર્ચ બાદ હવે જંતર-મંતરના ચોક્કસ સ્થળથી આગળ ના વધે તે માટે બેરિકેડ્સને વેલ્ડિંગ

જંતર-મંતર પર હજુ પણ સુરક્ષા બંદોબસ્ત યથાવત્: મોટી સંખ્યામાં પેરામિલિટ્રી ફોર્સ, દિલ્હી પોલીસ અને અન્ય સુરક્ષાદળના જવાનો તૈનાત .

નવી દિલ્હી : દિલ્હીના જંતર-મંતર પર હાલમાં NEETની પરીક્ષાનાં પેપર લીગ અંગે કૉકરોચ જનતા પાર્ટી અને યુવાઓ માટે પ્રદર્શન સ્થળ બનેલું હતું. અહીંથી યુવાઓએ સંસદમાર્ચનો પ્રારંભ કર્યો હતો અને પછી પોલીસ કાર્યવાહી સમયે ઘર્ષણ વધ્યું હતું. હવે પ્રદર્શનકારીઓ જંતર-મંતરના ચોક્કસ સ્થળથી આગળ ના વધે તે માટે અહીં બેરિકેડ્સનેવેલ્ડિગ કરી સ્થાયી રુપે મજબૂત કરવામાં આવી રહ્યાં છે, જેથી પ્રદર્શનકારીઓ એક મર્યાદિત વિસ્તારથી આગળ ના વધી શકે.

 

દિલ્હીના જંતર-મંતર ખાતે વામ પંથી સંગઠનો સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ પહોંચી ગયા છે. તેમની માગ છે કે- વિદ્યાર્થીઓ વિરુદ્ધની કાર્યવાહીને બંધ કરવામાં આવે. તેઓ વિદ્યાર્થીઓ વિરુદ્ધની કાર્યવાહીને વચન ભંગ ગણાવી રહ્યાં છે. જેથી તંત્ર હવે જંતર-મંતર બેરિકેડ્સ લગાવવાની સાથોસાથ તેને વેલ્ડિંગ થકી મજબૂત લોખંડી દિવાલ બનાવી રહ્યું છે. જેથી ભવિષ્યમાં કોઈ પ્રદર્શન હિંસક બને તો પ્રદર્શનકારી બેરિકેડ્સને ઝડપથી પાર કરી શકે નહીં. 

બીજી તરફ જંતર-મંતર પર હજુ પણ સુરક્ષા બંદોબસ્ત યથાવત્ છે. મોટી સંખ્યામાં પેરામિલિટ્રી ફોર્સ, દિલ્હી પોલીસ અને અન્ય સુરક્ષાદળના જવાનો તૈનાત છે.

(8:15 PM IST)