<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

ઘોર કળિયુગઃ પતિએ રાત-દિવસ મહેનત કરી પત્‍નીને ભણાવી, પોલીસમાં નોકરી મળતા પ્રેમી સાથે ભાગી ગઈ

પીડિત પતિ અજય સિહે પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવીઃ એસપી પાસે ન્‍યાયની માંગ કરી

રોહતાસ તા.૨૮: બિહારના રોહતાસ જિલ્‍લામાંથી એક વિચિત્ર કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં લગ્ન બાદ સરકારી નોકરી મળતા એક પત્‍નીએ પોતાના પતિનો સાથ છોડી દીધો. બિહાર પોલીસમાં સિપાહી બનેલી અર્ચના ભારતી પોતાના પ્રેમી વિવેક કુમાર સાથે ભાગી ગઈ હતી. અર્ચના હાલમાં બેગૂસરાયમાં બીએસએપીમાં તૈનાત છે. આ ઘટના બાદ પીડિત પતિ અજય સિહે ડાલમિયાનગર પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે રોહતાસ એસપી પાસે ન્‍યાયની માગ કરી છે. વળી અર્ચનાની માતા શકુંતલા દેવી પણ દીકરીની આ હરકતથી શરમ અનુભવી રહી છે. તેણે ખુદ એસપી ઓફિસ પહોંચી દીકરીની કરતૂતની જાણકારી આપી અને જમાઈનો સાથ આપ્‍યો હતો.

દરિહટ વિસ્‍તારના આયરકોટાની રહેવાસી અર્ચના કુમારીના લગ્ન ૨૬ જાન્‍યુઆરી ૨૦૨૫ના રોજ ડાલમિયાનગરના પ્રયાગ બિગહાના રહેવાસી અજય સિહ સાથે થયા હતા. લગ્ન રીતિ-રિવાજ સાથે સંપન્ન થયા હતા. લગ્ન બાદ અર્ચનાએ આગળ અભ્‍યાસ અને નોકરી કરવાની ઈચ્‍છા વ્‍યક્‍ત કરી હતી.

પતિ અજય સિંહ ડાલમિયાનગર નગર પરિષદમાં પ્રાઈવેટ નોકરી કરતો હતો. તેણે પોતાની પત્‍નીની ઈચ્‍છાને માન આપીને તેનું એડમિશન એક સ્‍થાનિક કોચિગ સેન્‍ટરમાં કરાવ્‍યું. અજયે પોતાની મહેનતની કમાણીથી અર્ચનાના અભ્‍યાસનો ખર્ચ ઉઠાવ્‍યો. તે ખુદ તેને પરીક્ષા અપાવવા માટે અલગ અલગ શહેરોમાં લઈને જતો હતો.

અજયની મહેનત રંગ લાવી અને અર્ચનાનું સિલેક્‍શન બિહાર પોલીસમાં કોન્‍સ્‍ટેબલના પદ પર થઈ ગયું. તેને ટ્રેનિગ માટે દરભંગા મોકલવામાં આવી. ઘરમાં ખુશીનો માહોલ હતો. આ દરમ્‍યાન અર્ચના બે વાર ગર્ભવતી પણ થઈ. પણ ગર્ભપાત થઈ ગયો. ટ્રેનિંગ પૂરી થયા બાદ અર્ચનાની પોસ્‍ટિંગ બેગૂસરાયમાં થઈ ગઈ. નોકરી જોઈન કરતા જ અર્ચનાના તેવર બદલાવા લાગ્‍યા. તેણે ધીમે ધીમે પતિ સાથે વાત કરવાનું બંધ કરી દીધું.

જુલાઈ મહિનામાં અર્ચના રજા લઈને સાસરિયે આવી હતી. આ દરમ્‍યાન અજયે તેના ફોનમાં વિવેક કુમાર નામના યુવક સાથે વોટ્‍સએપ ચેટ જોઈ લીધી. તેને લઈને બંને વચ્‍ચે મોટો ઝઘડો થયો. તેની તરત બાદ અર્ચના પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ.

જે પતિએ ભણાવીને-ગણાવીને કોન્‍સ્‍ટેબલ બનાવી. તેને જ છોડીને ભાગવાની આ ઘટનાની તુલના ઉત્તર પ્રદેશની જ્‍યોતિ મૌર્ય કાંડ સાથે થઈ રહી છે. હાલમાં પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે

(9:53 AM IST)