તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
યુવતીએ જીજાજીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી
ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી

કાનપુર તા.૭: ઉત્તર પ્રદેશથી એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય યુવતીએ ૧૮ જુલાઈના રોજ આત્મહત્યા કરી લીધી હતી. પરિવારના આરોપ મુજબ, તેનો બનેવી (જીજાજી) ગોવિદ શર્મા તેને અશ્લીલ તસવીરો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરી રહ્યો હતો. આ માનસિક ત્રાસથી કંટાળીને યુવતીએ આ આત્યંતિક પગલું ભર્યું હતું. હવે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
આ મામલો એક વેપારી પરિવાર સાથે જોડાયેલો છે. પિતાએ પોતાની મોટી દીકરીના લગ્ન ફર્રુખાબાદ જિલ્લાના કમાલગંજના રહેવાસી ગોવિદ શર્મા સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ ગોવિદ દ્વારા પત્ની સાથે મારપીટ અને હેરાનગતિ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું. તેનાથી કંટાળીને પત્નીએ પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.
પોલીસ મુજબ, કેસ પાછો ખેંચાવવા માટે ગોવિદે સમાધાનનું નાટક રચ્યું અને પત્નીને સાસરે બોલાવી. યુવતીના પિતાને શંકા જતાં તેમણે પોતાની નાની દીકરીને પણ મોટી બહેન સાથે મોકલી હતી. આરોપ છે કે સાસરે પહોંચ્યા બાદ ગોવિદે નાની સાળીની બાથરૂમની તસવીરો અને વીડિયો બનાવી લીધા હતા. ત્યારબાદ તેણે સાળીને ધમકી આપવાનું શરૂ કર્યું કે જો તેની મોટી બહેન તેની સામે નોંધાવેલો કેસ પાછો નહીં ખેંચે તો આ ફોટા તે સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે.
આ ધમકીથી ગભરાયેલી યુવતી મોટી બહેન સાથે પરત કાનપુર આવી ગઈ. પરંતુ આરોપી ત્યાં પણ તેનો પીછો કરતો રહ્યો અને સતત બ્લેકમેઇલ તથા ધમકીઓ આપતો રહ્યો. માનસિક ત્રાસથી પરેશાન યુવતીએ આખરે ૧૮ જુલાઈના રોજ આત્મહત્યા કરી લીધી. યુવતીના આપઘાત બાદ મોટી બહેને સમગ્ર હકીકત પરિવારને જણાવી. ત્યારબાદ મૃતકના પિતાએ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં જમાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે બુધવારે આરોપી ગોવિંદ શર્માની કાનપુરના એક વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. એસીપી દિલીપ સિંહે જણાવ્યું કે, આરોપીનો મોબાઇલ ફોન કબજે લેવામાં આવ્યો છે અને તેમાં રહેલા ફોટા, વીડિયો તથા અન્ય ડિજિટલ પુરાવાઓની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
