તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
કોલેજમાં માર્કશીટ લેવા ઘરેથી નીકળી હતી છોકરીઃ ૫ વર્ષ પછી ઘરે પાછી આવી તો ૨ બાળકોની મા બની ગઈ
બિહારના બાંકા જિલ્લાની પોલીસની તત્પરતા અને તપાસનો એક ખૂબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો

બાંકા તા.૨૯: બિહારના બાંકા જિલ્લાની પોલીસની તત્પરતા અને તપાસનો એક ખૂબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. બાંકા સદર પોલીસે છેલ્લા પાંચ વર્ષથી ગુમ બે યુવતીઓ અને કોલેજમાંથી ઈન્ટરની માર્કશીટ લેવા નીકળેલી સગીર છાત્રાને હેમખેમ શોધી કાઢી છે. તપાસ દરમ્યાન સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી કે ઈન્ટરની માર્કશીટ લેવા ઘરેથી નીકળેલી છાત્રા હવે બે બાળકોની મા બની ચૂકી છે. જ્યારે અન્ય બે છોકરીઓએ પોતપોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધા છે. પોલીસની આ મોટી સફળતાથી પરિવારને ઘણી રાહત થઈ છે.
પોલીસ તપાસ અને નોંધાયેલા ફરિયાદ અનુસાર, બાંકા શહેરના અહમદ નગર વિસ્તારમાંથી ૨૦૨૧માં આરસીના નામની યુવતી શંકાસ્પદ પરિસ્થિતિમાં ગુમ થઈ ગઈ હતી. પરિવારની ફરિયાદ પર બાંકા સદર પોલીસ સ્ટેશનમાં કેસ નંબર ૧૫૯/૨૧ અંતર્ગત અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. સદર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સુધીર કુમારના નેતૃત્વમાં પોલીસ ટીમે ગુપ્ત સૂચનાના આધાર પર ખગડિયા જિલ્લાના પલરાહા વિસ્તારમાં આવેલા મોહદ્દીપુર ગામમાં દરોડા પાડી આરસીનાની ધરપકડ કરી.
બીજા કેસમાં પણ સમસ્તીપુરથી યુવતીને હેમખેમ પકડી લેવામાં આવી છે. બાંકાના જગતપુર વિસ્તારમાંથી ૨૦૨૧માં અનુરાધા કુમારી ગુમ થઈ હતી. જે સંબંધમાં સદર પોલીસ કેસ નંબર ૧૦૧૬/૨૧ નોંધાયેલો હતો. પોલીસની સ્પેશિયલ ટીમે સમસ્તીપુર જિલ્લાના સિધિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સાલેપુર ગામમાં સર્ચ ઓપરેશન કરી અનુરાધાને પકડી લીધી. પૂછપરછ દરમ્યાન પોલીસને જાણવા મળ્યું કે બંને યુવતીઓ પોતપોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધા છે અને તેમની ગૃહસ્થી વસાવી લીધી છે.
ત્રીજો અને સૌથી ચોંકાવનારો મામલો બાંકા સદર પોલીસ વિસ્તારના એક ગામ સાથે જોડાયેલો છે. એક સગીર છાત્રા ૫ વર્ષ પહેલા પોતાની કોલેજમાંથી ઈન્ટરમીડિએટની માર્કશીટ લેવા ઘરેથી નીકળી હતી. પણ પાછી આવી નહીં. ઘણી શોધખોળ બાદ પરિવારે પોલીસને વિનંતિ કરી હતી. પોલીસે જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી તો તે મળી આવી. પછી જાણવા મળ્યું કે આટલા વર્ષો દરમ્યાન તે પ્રેમી સાથે રહી અને હવે બે બાળકોની મા પણ બની ચૂકી છે.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
