<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

કન્‍યા દવા સમજીને એરપોડ્‍સ ગળી ગઈ, થોડા કલાકો પછી પોટી સાથે નીકળી ગયાં

 

બોસ્‍ટન  તા.૨૮: અમેરિકાના બોસ્‍ટનમાં રહેતી કાર્લી બેલમર નામની ૨૭ વર્ષની એક યુવતીએ ભૂલથી ઍરપોડ્‍સ ગળી લીધાં. એ પછી જે ફની સિચુએશન થઈ એનાથી હસવું કે રડવું એ કાર્લીને સમજાઈ નથી રહ્યું. વાત એમ હતી કે રાતના સમયે તેણે દવા ખાવાની હતી. તેના એક હાથમાં દવા હતી અને બીજા હાથમાં એરપોડ્‍સ. ફટાફટ દવા લઈને બીજું કામ પતાવવાની ઉતાવળમાં તેણે ભૂલથી એરપોડ્‍સ ફાકીને પાણી પી લીધું. ટચૂકડાં હોવાથી એરપોડ્‍સ ગળા નીચે ઊતરી પણ ગયાં. ઍરપોડ્‍સ તેના આઇફોન સાથે કનેક્‍ટેડ હતાં. પેટમાં અંદર પહોંચ્‍યા પછી પણ ઍરપોર્ડ્‍સ આઇફોન સાથે કનેક્‍ટેડ હોવાથી જ્‍યારે તેણે પોતાના એક ફ્રેન્‍ડને મદદ માટે ફોન કર્યો તો એનો અવાજ પેટમાં ઊતરી ગયેલાં ઍરપોડ્‍સમાંથી ઝીણો-ઝીણો સંભળાવા લાગ્‍યો. પોતાના દોસ્‍તનો અવાજ પેટમાંથી સંભળાય એ વાત ફની તો હતી જ, પણ ચિંતાજનક પણ. તેણે ફોનને ઍરપોડ્‍સથી ડિસકનેક્‍ટ કરવાની ઉતાવળ કરવાને બદલે હોસ્‍પિટલમાં જઈને ચેકઅપ કરાવવાનું નક્કી કર્યું. હોસ્‍પિટલમાં પહોંચીને ડોક્‍ટરે તપાસ કરી તો ખબર પડી કે ઍરપોડ્‍સ જઠરમાંથી પણ આગળ વધી ગયાં છે. નવાઈની વાત એ છે કે ડોક્‍ટરોએ કેટલીક દવાઓ આપી એ લેવાથી થોડા જ કલાકોમાં એરપોડ્‍સ પોટી સાથે નીકળી પણ ગયાં.

(4:14 PM IST)