તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
ફ્રેન્ડશિપ ડેના દિવસે ગિફટને લઈ ઝઘડો થતાં ગર્લફ્રેન્ડને નદીમાં ધક્કો મારી દીધોઃ મોત
મહારાષ્ટ્રના નાગપુરમાં આ જ દિવસે ૨૯ વર્ષની મહિલાની જિંદગીનો છેલ્લો દિવસ બની ગયો

નાગપુર તા.૬: ફ્રેન્ડશિપ ડે એટલે કે એવો દિવસ જ્યારે લોકો પોતાના મિત્રોને ગિફટ આપતા હોય છે. એકબીજાના ફોટો શેર કરતા હોય છે અને દોસ્તીનો જશ્ન મનાવતા હોય છે. પણ મહારાષ્ટ્રના નાગપુરમાં આ જ દિવસે ૨૯ વર્ષની મહિલાની જિદગીનો છેલ્લો દિવસ બની ગયો. પોલીસના જણાવ્યા અનુસાર, લગ્ન અને દોસ્તીને લઈ થયેલા વિવાદ બાદ યુવકે પોતાની મિત્રને પુલ પરથી નીચે ધક્કો મારી દીધો, જેમાં આ મહિલાનું મોત થઈ ગયું.
આ મામલો નાગપુરના કન્હાન વિસ્તારનો છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ ૨૯ વર્ષની અશ્વિની સુરેશ ડે તરીકે થઈ છે. હત્યાાન આરોપમાં તેના ફ્રેન્ડજ આશીષ મનપિયાની ધરપકડ કરી લીધી છે. હકીકતમાં રવિવારે ફ્રેન્ડશિપ ડેના દિવસે આશીષ અશ્વિનીના ઘરે ગયો હતો. બંને વચ્ચે વાતચીત થઈ.
રાત વધતાની સાથે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. શરુઆતી તપાસમાં વિવાદનું કારણ દોસ્તી, લગ્ન અને ફ્રેન્ડશિપ ડે પર ગિફટને લઈ ઊભા થયેલો વિવાદ હતો. ઉગ્ર બોલાચાલી સાથે બંને જૂના રેલવે પુલ તરફ ગયા. પોલીસનો આરોપ છે કે ત્યાં ગુસ્સામાં આવીને આશીષે અશ્વિનીને પુલ નીચે નદીમાં ધક્કો આપી દીધો. નદીમાં પડવાથી છોકરીનું મોત થઈ ગયું. ઘટના બાદ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો.
જ્યારે પોલીસને સૂચના મળી તો તપાસ શરુ કરી. કોઈ એક પુરાવા પર વિશ્વાસ કરવાની જગ્યાએ પોલીસે કેટલીય કડીઓને જોડી. ઘટનાસ્થળની નજીક લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજ પણ ખંગાળ્યા. મોબાઈલ ફોનની લોકેશન ચેક કરી અને પ્રત્યક્ષદર્શીઓ સાથે પૂછપરછ કરી. આ તમામ તથ્યોના આધાર પર પોલીસ આરોપી સુધી પહોંચી. આખરે નાગપુરના ઓટોમોબાઈલ ચોક વિસ્તારમાંથી આશીષ મનપિયાની ધરપકડ કરી લીધી. પોલીસે તેના વિરુદ્ધ હત્યાનો મામલો નોંધી લીધો છે અને હવે આખા કેસની તપાસ કરી રહી છે.
તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધ પહેલાથી લગભગ દસેક જેટલા ગુનાહિત કેસો નોંધાયેલા છે. વળી પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકા વિરુદ્ધ પણ બે કેસો હોવાની જાણકારી મળી છે. જો કે પોલીસનું કહેવું છે ેક હાલમાં આ ઘટનાની તપાસ મળેલા પુરાવા અને ઘટના સાથે જોડાયેલા તથ્યોના આધાર પર થઈ રહી છે.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
