<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

દિલ્હીમાં વૈશ્વિક કૂટનીતિનો ધમધમાટ, વડાપ્રધાન મોદીએ આજે પુતિન અને પેઝેશ્કિયાન સાથે બેઠકો કરી: કાલે શી જિનપિંગ તથા અબુધાબીના યુવરાજ સાથે મહત્ત્વની ચર્ચા યોજાશે

કાલે નરેન્દ્રભાઈ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે સરહદી શાંતિ, વેપાર અસમતુલા અને દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવાની સંભાવના

નવી દિલ્હી: બ્રિક્સ શિખર સંમેલન પહેલાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશ્વના અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી સંરક્ષણ, ઊર્જા, વેપાર અને વૈશ્વિક સંઘર્ષોની ચર્ચા કરી રહ્યા છે.

વડાપ્રધાન મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની બેઠકમાં ભારત-રશિયા વ્યૂહાત્મક ભાગીદારી, ક્રૂડ તેલ, સંરક્ષણ સહકાર, વેપાર અને યુક્રેન સંઘર્ષ અંગે ચર્ચા થઈ હતી જ્યારે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ, ઊર્જા પુરવઠો, ચાબહાર બંદર અને હોર્મુઝ જળમાર્ગની સુરક્ષા મુખ્ય મુદ્દા રહ્યા હતા. 

હવે આવતીકાલે નરેન્દ્રભાઈ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે સરહદી શાંતિ, વેપાર અસમતુલા અને દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવાની સંભાવના છે. ઉપરાંત અબુધાબીના યુવરાજ શેખ ખાલિદ સાથે રોકાણ, ઊર્જા, વેપાર અને ભારતીય સમુદાય સંબંધિત વિષયો ચર્ચાશે. શી જિનપિંગ રાત્રે ભારત આવી પહોંચશે.

ભારતના યજમાનપદ હેઠળ યોજાતું આ સંમેલન પશ્ચિમ એશિયા અને યુક્રેનના સંઘર્ષ વચ્ચે થઈ રહ્યું હોવાથી દ્વિપક્ષીય બેઠકોનું વિશેષ રાજદ્વારી મહત્ત્વ છે.

(7:44 PM IST)